Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : ઓરવાડા ખાતે પી.એમ સુધારણા કેમ્પનું આયોજન કરવામા આવ્યુ.

Share

ગોધરા તાલુકાના ઓરવાડા ગામે પી.એમ. કિસાન યોજના અંતર્ગત ખેડૂતો લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે અરજી સુધારણા બાબતના કેમ્પનું આયોજન ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 1500 થી વધુ ખેડૂતઓ લાભ લીધો હતો.

કિસાન સન્માનનિધિ યોજનાનો લાભ ન મળતા ખેડૂતો ને લાભ અપવા માટે ખાસ આ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાના ધારાસભ્ય સી. કે રાઉલજી ઓરવાડા જિલ્લા પંચાયતના સદસ્ય અને દંડક અરવિંદસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ વી ચૌહાણ, ચેરમેન એ.પી. એમ.સી ગોધરા, ગોપાલભાઈ પટેલ કા.સભ્ય ગુજરાત પ્રદેશ ભાજપ, અને ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતના સદસ્યઓ, તાલુકા પંચાયત સભ્યો સરપંચો હાજર રહયા અને આ વિસ્તારમાં ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કિસાન સન્માન નિધીનો લાભ લીધો અને રાજ્ય સરકાર અને જન પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ  તથા સુરત જીલ્લા ના વિવિધ વિસ્તારો માથી ટ્રક તથા ડમ્ફર ચોરી કરતી ગેંગના બે સભ્યો ઝડયાપા…

ProudOfGujarat

વડોદરા : બહુચર્ચિત સ્વીટી પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા આરોપીઓને ગુનાના રિકન્ટ્રક્શન અર્થે કરજણ લાવવામાં આવ્યા.

ProudOfGujarat

સરકારી હોસ્પિટલનું શૌચાલય બન્યુ દેશી દારૂનો અડ્ડો ! !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!