Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના ઉપ-પ્રમુખ તરીકે રાજેશભાઈ નાહતાની વરણી

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશનના પ્રમુખ અશોક પંજવાણી દ્વારા મળતી માહિતી મુજબ ઝઘડિયા ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના ઉપપ્રમુખનો હોદ્દો સંભાળતા કે. આર.વૈદ્યની હાલમાં દિલ્હી ખાતે બદલી થવાથી ઉપપ્રમુખની જગ્યા ખાલી હતી. એસોસિએશન દ્વારા નિર્ણય કરીને ઝગડિયા જી.આઈ.ડી.સી ના કે.એલ.જે ગ્રુપના રાજેશભાઈ નાહતાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.ઉપરાંત નિવૃત્ત થતા સેક્રેટરી એ.કે.જૈનના સ્થાને માનદ સેક્રેટરી તરીકે સુનિલભાઈ શારદા ની વરણી કરવામાં આવી હતી.નવા વરાયેલા ઉપપ્રમુખ રાજેશભાઈ નાહતા અત્યાર સુધી ઝઘડિયા ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનમાં ખજાનચીનો હોદ્દો સંભાળતા હતા. હવે તેમની જગ્યાએ કે.વી.પટેલ ની વરણી કરવામાં આવી છે. જોઇન્ટ સેક્રેટરી તરીકે પરેશભાઈ રાવલ ની વરણી કરવામાં આવી છે. રાજેશભાઈ નાહતા હાલમાં રોટરી કલબ ઓફ અંકલેશ્વર માં પ્રેસિડન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. ઝઘડિયા ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના નવા વરાયેલા હોદ્દેદારોને ઝઘડિયા જીઆઇડીસીના તમામ યુનિટો દ્વારા આવકારવામાં આવ્યા હતા.

ગુલામહુશેન ખત્રી:- રાજપારડી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, પત્ની સાથે આડા સંબંધ રાખનાર મિત્રનું મિત્રએ જ ઢીમ ઢાળયુ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં વરસાદની એન્ટ્રી : મોડી રાત્રિથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે 12 થી 14 વર્ષના બાળકો માટે વેક્સીનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!