Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં આવતીકાલે કૃષિ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારનાં અધ્યક્ષસ્થાને શહેરા અને કાલોલ ખાતે મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમ યોજાશે.

Share

રાજયના કિસાનોના હિતાર્થે ગુજરાત સરકાર દ્વારા મુખ્‍યમંત્રીશ્રી કિસાન સહાય યોજના તેમજ કૃષિક્ષેત્રે નવીનતમ સંશોધનો, ભલામણો તેમજ કૃષિ, બાગાયત અને પશુપાલન વિભાગની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓથી ખેડૂતો માહિતગાર થાય અને તેનો મહત્તમ લાભ લેતા થાય તે હેતુસર આવતીકાલે તા.૨૯/૮/૨૦૨૦ ના રોજ પંચમહાલ જિલ્‍લામાં કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને કિસાનો માટે મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમનું સરકારશ્રીની ગાઇડલાઇનનું ચુસ્‍તપણે પાલન સુનિશ્ચિત થાય તેમ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અતિથિ વિશેષપદે સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલ સિંહ જાદવ, ધારાસભ્ય સર્વ શ્રી સી.કે. રાઉલજી, શ્રી જેઠાભાઈ આહીર, શ્રી સુમનબેન ચૌહાણ ઉપસ્થિત રહેશે. જેની નોંધ લઈ સંબંધિતોને ગાઇડલાઇનના ચૂસ્‍તપાલન સાથે ઉપસ્‍થિત રહેવા પંચમહાલ જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

બારડોલીમાં જવાળામુખી માતાજી મંદિરનો 18મો પાટોત્સવ: મૈસુરીયા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી અને આગેવાનોનું સન્માન

ProudOfGujarat

ભરૂચમાં સબ જેલ ખાતેનું રમત-ગમતનું મેદાન જનતાને ફાળવવા વડોદરા ની ટેનિસ પ્લેયર ની કલેકટર સમક્ષ માંગણી

ProudOfGujarat

નેત્રંગ ખાતે તાલુકા ભાજપાની કારોબારી બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!