Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં મહિલા રોકડ પુરસ્કાર 2021-22 માટે ઇચ્છુક ઉમેદવારોએ તા.15 મી ઓકટોબર સુધીમાં અરજી કરી શકશે.

Share

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ 2021-22 ના વર્ષના મહિલા રોકડ પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જે માટે વિવિધ રમતોની રાજયકક્ષાની શાળાકીય/ખેલ મહાકુંભ સ્પર્ધાઓ અં.- 14, 17, 19 અને સ્કુલ ગેઇમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજયનું પ્રતિનિધિત્વ કરેલા મહિલા ખેલાડીઓ કોઇપણ એક જ રમતમાં તેમજ એક જ સિધ્ધિ માટે અરજી કરવાની રહેશે. જે માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટેનું ફોર્મ ભરીને આગામી તા. 15/10/2021 સુધીમાં સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, કનેલાવ તળાવ પાસે, ગોધરા-પંચમહાલની કચેરીને (મોબાઈલ નંબર- 9427595530) મળી રહે તેમ મોકલી આપવાની રહેશે. વર્ષ 2019-20, 2020-21માં મહિલા રોકડ પુરસ્કાર યોજનાથી વંચિત રહી ગયેલા ખેલાડીઓ પણ અરજી કરી શકશે તેમ સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોધરા-પંચમહાલની આ અખબારી યાદીમાં જણાવાયુ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચના હિંગલ્લા ગામ નજીક કપાસ ભરેલો ટેમ્પો પલ્ટી જતા ત્રણના મોત.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિનની ઉત્સાહભેર ઉજવણી

ProudOfGujarat

દહેજના અદાણી એન્ટરપ્રાઇઝ લિમિ. થી કોલસો ભરી નીકળેલ ડમ્પરના ડ્રાઇવરોએ લાખોનો કોલસો સગેવગે કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!