અંકલેશ્વરમાં ચૌટા બજારમાં આવેલા સમડી ફળિયામાં ગતરોજ ધોધમાર વરસાદના કારણે એક બંધ મકાનની ઉપરની છતનો હિસ્સો અને દીવાલ ધરાશાઈ થતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી અને ફળીયાના લોકો દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે હવે નગર પાલિકા દ્વારા આ જર્જરિત ઇમારતોને લઇને તાત્કાલિક કોઈ પગલા લેવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે.
ગતરોજ અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ચૌટા બજારમાં આવેલ સમડી ફળિયામાં રાત્રિના સમયે એક બંધ મકાનનો છતનો ભાગ અને તેને અડીને એક દિવાલ એકાએક ધરાશાય થઈ જવા પામી હતી. મકાન બંધ હાલતમાં હોવાથી જાનહાનિ ટળી હતી. મકાનનો તૂટેલો ભાગ રસ્તા પર પડી જતાં લોકો દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને વહેલીતકે જર્જરિત મકાનને રીપેરીંગ કરી આપવા માટેની માંગ કરવામાં આવી હતી જેથી આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન સર્જાઈ શકે.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વર : સમડી ફળિયામાં વરસાદને પગલે મકાનની છત અને દીવાલ ધરાશાયી થઈ.
Advertisement