Proud of Gujarat
INDIAFeaturedGujarat

જાણો ભરૂચ જિલ્લામાં હાલ સુધી કેટલો વરસાદ વરસી ચૂક્યો છે !

Share

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘમહેર જામી છે, ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગઇકાલથી આજ સવાર સુધી કુલ 73 મી.મી. વરસાદ ખાબકયો હતો. જિલ્લાના ૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદી માહોલ રહેતા ધરતી પુત્રો સહિત લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન ખાતાથી મળેલ માહિત અનુસાર ભરૂચ પંથક સહિત દક્ષિણ ગુજરાતમાં હજુ પણ પાંચ દિવસ વરસાદની આગાહી છે.

ભરૂચ જિલ્લામાં ભાદરવો ભરપૂર હોય તેમ વરસાદી માહોલના આગમનથી ઠેરઠેર પાણી ભરાયા હતા. જયારે આજ સવારના છ વાગ્યા સુધીના આંકડા જોતાં અંકલેશ્વરમાં 24 મિમી અત્યારસુધી કુલ વરસાદ 815, વાલિયા 04 મિમી અત્યારસુધી કુલ વરસાદ 741, ભરૂચ 15 મિમી અત્યારસુધી કુલ વરસાદ 705, નેત્રંગ 0 મિમી અત્યારસુધી કુલ વરસાદ 757, ઝઘડિયા 19 મિમી અત્યારસુધી કુલ વરસાદ 463 , વાગરા 0 મિમી અત્યારસુધી કુલ વરસાદ 555, હાંસોટ 06 મિમી અત્યારસુધી કુલ વરસાદ 879, આમોદ 02 મિમી અત્યારસુધી કુલ વરસાદ 318 , જંબુસર 03 અત્યારસુધી કુલ વરસાદ 369 મીમી વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 5065 મીમી વરસાદ પડી ચૂક્યો છે.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર ઉધ્યોગમંડળનાં પ્રમુખ તરીકે મહેશ પટેલ જ રહેશે !!!

ProudOfGujarat

ભરૂચના મકતમપુરમાં થયેલ ફાયરિંગનો ભેદ ઉકેલાયો, 4 આરોપીઓની કરાઇ ધરપકડ

ProudOfGujarat

રાજપીપલા : નિવાસી અધિક કલેકટર એચ .કે.વ્યાસના અધ્યક્ષપદે યોજાયેલ સમિતિમાં “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” ની અમલીકરણ અંગે અપાયું વિસ્તૃત માર્ગદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!