Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં બે જગ્યા પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

Share

અંકલેશ્વર પંથકમાં દર બે દિવસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાઇ રહ્યો છે ત્યારે ગુજરાત જેવા દારૂ નિષેધ રાજયમાં દારૂ આવે છે ક્યાંથી જે તપાસનો વિષય બની રહ્યો છે. અંકલેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાં મોટા મોટા બુટલેગરો દારૂ લાવી અને નાના બુટલેગરો પોતાના આર્થિક ફાળા માટે તેનું વેચાણ કરે છે. ગતરોજ અંકલેશ્વરના ઉમરવાડા ગામ પાસેથી અને માંડવી ગામેથી લાખોની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રોથી મળતી માહિતી અનુસાર ઉમરવાડા ગામે એક સફેદ ઇક્કો ફોર વ્હીલ ગાડી GJ 16 BK 1407 માં આરોપી જિગ્નેશભાઈ જયંતિભાઈ વસાવા રહે. હજાત ભાથીજી ફળિયું, અંકલેશ્વર તેઓ પોતાની ગાડીમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની 750 મીલી કાચની બોટલો નંગ 48 જેની કિમત 19,200/- તથા 180 મીલીની કાચની બોટલો નંગ 384 જેની કિમત 38,400/- મળીને કુલ 57,600/- તથા ઈક્કો કાર કિં.રૂ. 1,00,000 મળી કુલ કિં.1,57,600 નો મુદ્દામાલ લઈને જઇ રહ્યો હતો ત્યારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના પંચના માણસો દ્વારા આરોપી સહિત ગાડી અને મુદ્દામાલ જપ્ત કરી દેવામાં આવ્યો હતો.

અન્ય સ્થળ માંડવા ગામ પાસે એક મહિલા બુટલેગર ઇલાબેન મગનભાઇ વસાવા રહે. માંડવા રોડ ફળિયું, અંકલેશ્વર પોતાના આર્થિક ફાળા માટે ઘરમાં જ દારૂનું વેચાણ કરી રહ્યા હતા ત્યારે પોલીસને બાતમી મળતાં રેડ કરતાં ઘરમાંથી ભારતીય બનાવટનાં ઇંગ્લિશ દારૂની 180 મીલીની 72 નંગ બોટલો મળી આવી હતી જેની કુલ કિંમત 7200 /- નો મુદ્દામાલ મળી આવેલ જેથી તેમણે પકડી પડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

નેત્રમ કમાન્ડ કંટ્રોલનાં ANPR કેમેરાના મદદથી સને-૨૦૧૪માં વડોદરા શહેરના ગુનામાં નોંધાયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી. નર્મદા.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે તળાવ નંબર 3 માં નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકશાન ન પહોંચાડે માટે હાલ વનવિભાગ દ્વારા 70 જેટલા પાંજરા મુકાયા.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં વયસ્ક નાગરિકો માટે એક માર્ગદર્શક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!