Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ખાતેથી લાખોની મત્તાનો શ્રાવણિયો જુગાર રમતા નવ જુગારિયા ઝડપાયા.

Share

શ્રાવણ માસમાં જુગારની મોસમ પૂરબહાર ખીલી છે. શ્રાવણ માસ શરૂ થતાં જ શોખીનો જુગાર રમવામાં મશગુલ બન્યા છે ત્યારે નેત્રંગ પંથકમાથી જુદા જુદા સ્થળોએ જુગાર અંગેના દરોડાઓ પોલીસે પાડયા હતા. “દોલતપૂર તથા નવાનગર ગામની સીમમા બીપીનભાઇ વસોયાના ખેતર નજીક શેરડીના શેઢા ઉપર ખુલ્લી જગ્યામા કેટલાક ઇસમો ભેગા મળી પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમે છે” જે બાતમી આધારે ઉપરોક્ત જગ્યાએ પોલીસ રેઈડ કરતા સ્થળ ઉપર કુલ-૦૯ આરોપી પકડાઈ ગયેલ તે તમામ આરોપીઓની અંગ જડતીમાથી રોકડા રૂપયા ૧,૪૦,૫૦૦/- તથા દાવ ઉપરથી મળેલા રોકડા રૂ.૨૯,૭૮૦/- મળી કુલ રોકડા રૂ.૧,૬૯,૭૮૦/- તથા મો.નંગ -૨ કિં.રૂ ૧૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૭૦,૭૮૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાયયવાહી હાથ ધરવામાં આવી હતી.

પકડાયેલ આરોપીઓ:-

Advertisement

(૧) રાજુભાઇ મુસ્તુફા દિવાન ઉ.વ.૫૮ રહે.એક્તા નગર ડેડીયાપાડા રોડ નેત્રંગ તા. નેત્રંગ જી.ભરૂચ
(૨) મૂકેશભાઇ ઉફે સુરેશભાઇ ચકુભાઇ સરધારા ઉ.વ.૪૮ રહે.ઓફિસર કોલોની નેત્રંગ તા. નેત્રંગ
(૩) પ્રદિપકુમાર ધનસુખભાઇ વ્યાસ ઉ.વ.૫૯ રહે.ઓફિસર કોલોની નેત્રંગ તા. નેત્રંગ જી.ભરૂચ
(૪) સતિશકુમાર ભાયલાલભાઇ પટેલ ઉ.વ.૫૯ રહે.જવાહરબજાર નેત્રંગ તા. નેત્રંગ જી.ભરૂચ
(૫) હમીરભાઇ પરબતભાઇ વાઘ ઉ.વ.૫૨ રહે.જવાહર બજાર નેત્રંગ તા. નેત્રંગ જી.ભરૂચ
(૬) પ્રાગજીભાઇ રવજીભાઇ સાવલીયા ઉ.વ.૫૫ રહે.હષયદ નગર નેત્રંગ તા. નેત્રંગ જી.ભરૂચ
(૭) વલ્લભભાઇ લક્ષ્મણભાઇ પાદરીયા ઉ.વ. ૫૮ રહે.જીન બજાર નેત્રંગ તા. નેત્રંગ જી.ભરૂચ
(૮) હસમખુ ભાઇ રમણભાઇ પટેલ ઉ.વ.૭૦ રહે.એકતા નગર ડેડીયાપાડા રોડ નેત્રંગ તા. નેત્રંગ
(૯) ચંદુભાઈ ઉફે ચંદુલાલ બચુભાઈ મિસ્ત્રી ઉ.વ.૫૭ રહે.ઓફિસર કોલોની નેત્રંગ તા. નેત્રંગ નાઓની સ્થળ પરથી રોકડ રકમ સાથે ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવી સાંપ્રત સમયમાં જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે તેનું કડક પાલન થાય તેવી માંગ કરવામાં આવી છે.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશને સુમુલ ડેરીના સહયોગથી ઉમરપાડાના આદિવાસી પશુપાલક ખેડૂતો માટે પશુ સારવાર શિબિર યોજી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિયેશનના પ્રમુખ તરીકે ઝઘડિયાના નરેન્દ્રસિંહ પરમારની વરણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!