Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વેજલપુર હિન્દુ યુવા સંગઠન દ્વારા S A M – 1 નામની ગંભીર બિમારીથી પીડાતા પાર્થ પવારની વ્હારે આવ્યા.

Share

ગુજરાતમાં ધૈર્યરાજસિંહ અને વિવાન બાદ એક વધુ બાળકને સારવાર માટે મદદની જરૂર છે. અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે આવેલ પ્રમુખ પાર્કમાં રહેતા પવાર પરિવારમાં 3 મહિનાના માસૂમ બાળકને પણ S A M – 1 ની ગંભીર બીમારી હોઈએ માટે ફૂલ નહી તો ફૂલની પાંખડીની મદદથી મદદરૂપ થવા માટે વેજલપુર વિસ્તાર પણ આગળ આવ્યો હતો અને પાર્થ પવારને વધુમાં વધુ મદદ મળી રહે અને ઝડપથી તે રોગમુક્ત થાય તેવી આશા સાથે સમસ્ત વેજલપુર હિન્દૂ યુવા સંગઠન દ્વારા વેજલપુર વિસ્તારમાં ફંડ એકત્ર કરવાનો ભગીરથ પ્રયાસ કરાયો હતો જેમાં કુલ રકમ 57000 ની ફંડ ભેગુ કરીને આજરોજ પાર્થના પિતાજીને સુપ્રત કરવામાં આવ્યું હતું. પાર્થ પવારના પિતાજી તેમજ વેજલપુર હિન્દૂ યુવા સંગઠન ભગીરથ કાર્યમાં સહભાગી થયા બદલ વેજલપુરનાં લોકો સૌ પ્રજાજનોનો આભાર વ્યક્ત કરે છે.

Advertisement

Share

Related posts

દહેજ વિસ્તારનાં જોલવા ગામ મુકામે વતન જવાની જીદ સાથે પરપ્રાંતીય કામદારો રોડ પર ઉતરી આવ્યા હતા.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના નસારપુરમાં ડેમમાં પગ લપસી જતા કિશોરનું દુખદ મોત

ProudOfGujarat

વલસાડના પારડીમાં પુત્રએ ઘર બનાવવા પૈસા માંગતાં ઉશ્કેરાયેલા પિતાએ પુત્ર પર કુહાડીથી હુમલો કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!