Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

એલ.સી.બી પોલીસ ભરૂચે મુલદ નજીકથી જંગી વિદેશી દારૂ નો જથ્થો ઝડપ્યો

Share

એક આરોપી ઝડપાયો

અંકલેશ્વર નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી અવારનવાર વિદેશી દારૂ ની હેરાફેરી કરાય છે. ત્યારે મુલદ નજીકથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડવામાં એલ.સી.બી પોલીસને સફળતા પ્રાપ્ત થઇ હતી. બુટલેગરોની દુનિયા પર ભરૂચ પોલીસ તંત્ર ધ્વારા લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ સવારના સમયે અંકલેશ્વર નજીકના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર મુલદ નજીક વિવિધ વિદેશી દારૂ ની પેટીઓ ભરીને બરોડા તરફ જતી એક ટ્રક ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી હતી. એક આરોપીની અટક કરવામાં આવી હતી. ટ્રક માંથી આસરે વિવિધ બ્રાન્ડની ૪૫૦ થી વધુ પેટીઓ ઝડપાય હોવાનું જાણવા મળેલ છે. પ્રાથમિક જાણકારી મુજબ ઝડપાયેલ વિદેશી દારૂ નો જંગી જથ્થો એક ટ્રક અને એક આરોપી ને અંકલેશ્વર શહેર પોલીસ મથકને સોંપી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. અત્રે નોંધવું રહ્યું કે વારંવાર નાના-મોટા વાહનોમાં વહન થતો વિદેશી દારૂ નો જથ્થો ઝડપાય છે તે અંગે તપાસ પણ થાય છે પરંતુ વિદેશી દારૂ નો જથ્થો ક્યાંથી નીકળો હતો અને કોણે પહોંચાડવાનો હતો તેની માહિતી  પ્રાપ્ત થતી નથી. ઘણા લીસ્ટેડ બુટલેગરો પણ હજી દારૂ નો વેપલો કરતા હોવાનું જાણવા મળી રહેલ છે. ભરૂચના બુટલેગરો સામે પણ લાલ આંખ થાય તે જરૂરી છે. ભરૂચના બુટલેગરો પાસે વિદેશી દારૂં નો જથ્થો ક્યાંથી આવે છે તે એક તપાસનો વિષય બની ગયો છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ પર નાના-મોટા વાહનો જેવા કે ઈકો, ઈનોવા, વાન, રિક્ષા જેવા વાહનોમાં ભરૂચ ખાતે પણ વિદેશી દારૂ નો જથ્થો ઠલવાય છે પરંતુ તે ઝડપાતો નથી. એવી પણ લોકચર્ચા ચાલી રહી છે કે ખાસ વહીવટ દારો ધ્વારા સુરક્ષા સહીત આ દારૂ નો જથ્થો મુકલવામાં આવે છે.  

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામે બે કોરોના પોઝિટિવ કેસ આવતા તેઓને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આગ લાગવાની બે ઘટનાઓ સામે આવી, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

ProudOfGujarat

ભરૂચ : આ ગામડાઓને જોડતો માર્ગ એટલો બિસ્માર બન્યો છે કે મહેમાન એકવાર મુલાકાત લે તો વર્ષો સુધી જતા પણ વિચારે..!! જાણો કયાં ગામડાને જોડતા માર્ગની આવી દશા. !!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!