Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોંઘા પેટ્રોલ-ડીઝલથી થઈ રહી છે ફ્રી વેક્સિનની વ્યવસ્થા? જાણો શું છે વાસ્તવિકતા

Share

પેટ્રોલ અને ડીઝના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ મહિનામાં 10 દિવસમાં પેટ્રોલ જ્યાં 2.80 રૂપિયા મોંઘુ થયું તો ડીઝલના ભાવમાં 3.30 રૂપિયાનો વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓએ એકવાર ફરીથી સોમવારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો કર્યો છે. આ સાથે પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

સતત સાતમાં દિવસે ભાવ વધારાથી ઈંધણની કિંમત રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગઈ છે. આ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીનું એક નિવેદન સામે આવ્યુ છે. પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ કહ્યુ- તેલની કિંમતો વધુ નથી, આ કિંમતોમાં ટેક્સ પણ સામેલ છે. ફ્રી વેક્સિન તો તમે લીધી હશે, તેના પૈસા ક્યાંથી આવશે? તમે વેક્સિન માટે રૂપિયા આપ્યા નથી, આ રીતે (પેટ્રોલ-ડીઝલ પર લાગેલા ટેક્સથી) રૂપિયા ભેગા કર્યા. કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીનું આ નિવેદન 9 ઓક્ટોબરનું છે, જેમણે અસમમાં આ નિવેદન આપ્યું હતું.

Advertisement

Share

Related posts

વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા ધોરણ-9 ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી લેવાશે.

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશનથી 90 હજારનો વિદેશી દારૂ લઈ જતો ખેપિયો એલસીબીના હાથે ઝડપાયો  :  1.40 લાખનો મુદ્દામાલ જપ્ત; દારૂ મોકલનાર અને મંગાવનાર સામે પણ ગુનો નોંધાયો

ProudOfGujarat

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્વ.અહેમદ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયો નિઃશુલ્ક દિવ્યાંગ કેમ્પ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!