Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા ખાતે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

Share

રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન આજરોજ ઝઘડિયાની પ્રાથમિક શાળા તથા હાઇસ્કુલ ખાતે રાખવામાં આવ્યું હતું. ઝઘડીયા ખાતે દિવાન ધનજીશા હાઇસ્કુલ, કુમાર શાળા, કન્યા શાળા, અકીકવાળા પ્રાથમિક શાળામાં કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાનૂની જાગૃતિ શિબિરમાં ઝઘડિયાના મહિલા એડવોકેટ પારૂલબેન ચૌહાણ, ફીરદોસબેન મન્સૂર ખાસ ઉપસ્થિત રહીને શાળાના બાળકોને બાળમજૂરી અને બેટી બચાવો બેટી પઢાવો વિષયની જાણકારી આપવામાં આવી હતી. ફિરદોશબેન મન્સૂર અને ભાવિકભાઈ પંચાલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ગાયત્રીનગરના શ્રી જલારામ બાપા મંદિરે અધિક પુરુષોત્તમ માસની પૂનમે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વર : રેલ્વે સ્ટેશન નજીક માલગાડી સામે એક આધેડે જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામનું ગૌરવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!