Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે “ભુલકા મેળો-૨૦૨૨” યોજાયો.

Share

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો-૨૦૨૨નું આયોજન ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરીના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો. આ વેળાએ મહિલા, બાળ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ વર્ષાબેન દેશમુખ, આઈ.સી.ડી.એસ. શાખાના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન એચ. ઠાકોર ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચોધરીએ સૌને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, બાળકને નાનપણથી જ વિવિધ બાબતો સાથે સંલગ્ન કરવાથી અને તેને વિવિધ પ્રવતિઓમાં વ્યસ્ત રાખવાથી તેની બૌધિક ક્ષમતામાં વધારો થાય છે. નાની-નાની પ્રવૃતિઓથી મનના એક-એક ઇન્દ્રિયનો વિકાસ થાય છે. તેમણે આજના સુચારૂ આયોજન અને વિવિધ સ્પર્ધાઓમાં ભૂલકાઓને તૈયાર કરવા પાછળની મહેનત માટે આંગણવાડીના બહેનોની ખુબ સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા.

જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકોરે આ પ્રસંગે સૌને ઉત્સાહપુર્વક ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા. પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડીમાં સંસ્કારો સાથે પોષણનું સિંચન થાય છે એમ ઉમેર્યું હતું. આ સાથે તેમણે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય આંગણવાડીની બહેનો દ્વારા થાય છે જેના માટે તેઓની જવાબદારીને બિરદાવી હતી.

મહિલા, બાળ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ વર્ષાબેન દેશમુખે ભરૂચ જિલ્લાનું આઇસીડીએસ વિભાગ અને તેમાં કાર્યરત આંગણવાડીની હેલ્પર અને વર્કર બહેનોએ ખુબ જ સારી કામગીરી કરી છે જેને બિરદાવી હતી. કાર્યક્રમમાં બાળ કલાકારો દ્વારા અભિનય ગીત, સ્વાગત નૃત્ય, વાર્તાકઠન, પપેટ શો રજૂ કરી સૌને મનમોહિત કર્યા હતા. વેશભુષામાં વિવિધ પરિધાન ધારણ કરી બાળકોએ પોતાની આગવી કલાથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અંતમાં આભારવિધિ સી.ડી.પી.ઓ. રીટાબેન ગઢવીએ કરી હતી. આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો, વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ૦૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : ૩૧ દર્દી સાજા થતા રજા અપાઈ કુલ આંક ૬૭૧ પહોંચ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા બેરોજગાર દિવસ નિમિતે અનોખો વિરોધ કર્યો.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ભાવ વધારાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!