Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના સારસા નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનુ મોત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામ નજીક ગઇકાલે બપોરના દોઢ વાગ્યાના અરસામાં બે બાઇકો વચ્ચે થયેલા અકસ્માતમાં એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યુ હતુ જ્યારે બીજો બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.

રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયાન‍ા રહેવાસી નરેન્દ્રસિંહ અમરસિંહ પરમાર તેમની મોટરસાયકલ લઇને ગતરોજ બપોરના સમયે સરસાડ ગામે જઇ રહ્યા હતા, ત્યારે રાજપારડીથી આગળ સારસા ગામેથી ઉમધરા તરફ જવાના માર્ગ પર સામેથી આવતી એક બુલેટ મોટરસાયકલ સાથે તેમની મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બુલેટ મોટરસાયકલના ચાલક મિહિરસિંહ સુરેન્દ્રસિંહ ચાવડા રહે.ગામ સંજાલી તા.ઝઘડીયાનાનું ગંભીર ઇજાઓને લઇને સ્થળ પરજ કરુણ મોત નીપજ્યુ હતુ. જ્યારે અન્ય મોટરસાયકલ ચાલક નરેન્દ્રસિંહ પરમાર રહે.ગામ ઝઘડીયાનાને ડાબા હાથના ભાગે ફેકચર થયુ હતુ તેમજ શરીરના અન્ય ભાગોએ ગેબી ઇજા થઇ હતી. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા સંજાલી ગામે ગમગીનીનો માહોલ છવાયો હતો. અકસ્માત અંગે નરેન્દ્રસિંહ અમરસિંહ પરમાર રહે.ઝઘડીયા જિ.ભરુચનાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

મંદિર નો રસ્તો રોકીને યુવતી એવી રીતે ઉભી રહી કે સીધો પ્રેમનો દ્વાર ખુલી ગયો….

ProudOfGujarat

વડોદરા : કરજણના દેથાણ ગામમાં ઠાકોર વિકાસ ટ્રસ્ટના અગ્રણીઓએ ભોગ બનેલ મહિલાના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી.

ProudOfGujarat

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર રોડ સાઈડ ઉભેલા વાહનોને પિકઅપ ચાલકે અડફેટે લીધા : ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!