Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : કાનૂની સેવા સમિતિ દ્વારા એસ.ટી ડેપો  ખાતે કાનૂની શિબિર યોજાઇ.

Share

અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પેનલ વકીલો અને પીએલવી બહેનો દ્વારા અંકલેશ્વરના એસ.ટી ડેપો  ખાતે  કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરી એસ.ટી ડેપોના કમર્ચારીઓ અને મુસાફરોને કાયદા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
 
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાષ્ટ્રીય  કાનૂની સેવા સતા મંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ દ્વારા  2 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સામાન્ય જનતાને કાયદા તથા લીગલ સર્વિસ ઑથોરિટી એકટ રચાયેલા  સંસ્થાના કાર્યો તથા કાયદો સામાન્ય જન સુધી પહોંચે સામાન્ય લોકોમાં કાયદા વિષે જાગૃતિ ફેલાય પછાત અને ગરીબ લોકો કાયદાની સમજ મેળવે અન્ય સરકારી લાભ મેળવે તે અંગેની  માહિતી કાનૂની  શિબિરોમાં આપવાના હેતુસર તેમજ ડોર ટુ ડોર લોકોના ઘરે જઈને પણ કાયદાની સમજ આપવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સમિતિ તથા અંકલેશ્વર તાલુકા કાનૂની  સેવા સમિતિના  સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર તાલુકામાં  કાનૂની શિબિરો યોજાય રહી છે.

 આ કાનૂની શિબિર અંકલેશ્વરના પેનલ વકીલો અને પેરા લીગલ વોલેન્ટિયર બહેનો દ્વારા કાનૂની શિબિર દ્વારા લોકોને માહિતી પુરી પાડી રહ્યા છે ત્યારે અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા અંકલેશ્વર શહેરમાં આવેલ એસ.ટી ડેપો ખાતે  કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એડવોકેટ  સુરેન્દ્ર વકીલ  તેમજ પેરા લીગલ વોલેન્ટિયર નિશી સોની, હેતસ્વી ચૌહાણ દ્વારા એસ.ટી ડેપોના કર્મચારીઓ તેમજ અને મુસાફરોને માહિતી પુરી પાડી હતી તેમજ એસ.ટી ડેપો  ખાતે લિગલ અવરનેશ માટે મુસાફરોને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા બિસ્માર રસ્તા અંગે ઉગ્ર રજુઆત કરાતા નગરપાલિકાએ આજે રસ્તાનું સમારકામનું કરવાનું કાર્ય શરૂ કર્યું હતું.

ProudOfGujarat

વડોદરામાં નવલખી મેદાનમાં સગીરા સાથેની દુષ્કર્મ ધટનામાં 3 દિવસ થયા છતાં નરાધમો નહીં ઝડપાતા સામાજિક કાર્યકર્તાએ નરાધમો જ્યાં સુધી નહીં ઝડપાઈ ત્યાં સુધી ગાંધીનગર ગૃહ ખાતે આમરણ ઉપવાસ પર ઉતરી ગયા છે.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાનાં શહેરા ખાતે કૃષિ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારનાં અધ્યક્ષસ્થાને મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!