Proud of Gujarat
GujaratFeaturedINDIA

આમ આદમી પાર્ટી છોટાઉદેપૂર દ્વારા પોલિસ કર્મીઓના પ્રશ્ન અંગે જિલ્લા પોલિસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

આમ આદમી પાર્ટી છોટાઉદેપૂર દ્વારા છોટાઉદેપૂર જિલ્લાના ગુજરાત પોલીસ વિભાગના વિવિધ સંવર્ગના કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે છોટાઉદેપૂર પોલીસ અધિક્ષક ધરમેન્દ્ર શર્મા સાહેબને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ દિવસ રાત ખડેપગે રહી જનતાની સુરક્ષા કરી રહ્યું છે. તહેવાર હોય કે સામાજિક પ્રસંગ હોય પોલીસ કર્મી હંમેશા પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા હોય છે. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હથિયારી – બિનહથીયારી પોલીસ, એસ આર પી, જેલ પર ફરજ બજાવતા પોલીસ કર્મી તેમજ હોમગાર્ડ કર્મીઓના હાલના વેતન ભથ્થામાં ધરમૂળથી સુધારો કરી તેઓએ ૨૪ કલાકની ડ્યુટી પ્રમાણે નવા ગ્રેડ પે સાથે વેતન લાગુ કરવામાં આવે.

કોન્સ્ટેબલથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીના વર્ગ – ૩ ની બદલીમાં રાજકિય દખલગીરી બંધ કરવાની માગ કરી હતી અને બદલી પ્રક્રિયામાં પારદર્શકતા અને ઝડપ આવે તે માટે રાજ્ય કક્ષાએ પોલીસ બદલી કમિટીની રચના કરવા માંગ કરી હતી. બિનજરૂરી ટાર્ગેટ આપવાથી પોલીસ કર્મીઓ પર માનસિક તણાવ ઉત્પન્ન થાય છે. માટે પોલીસ મથકોમાં અટકાયતી પગલાં પ્રહિબિશન એક્ટ, એમ વી એક્ટ તેમજ માસ્ક દંડ કે અન્ય બાબતે ટાર્ગેટ આપવાની પ્રથા બંધ કરવા માંગ કરી હતી.

એસ આર પી બટાલિયનને મહાનગરો અને જિલ્લાઓમાં જરૂરિયાત પ્રમાણે સ્થાયી કરવા માંગ કરી હતી. વતન સિવાયના જિલ્લામાં પોસ્ટિંગ થયેલી મહિલા પોલીસ કર્મીઓને અગ્રીમતા ધોરણે રહેણાંકનું આવાસ ફાળવવામાં તેમજ કચેરીમાં મહિલા પોલીસ કર્મીઓની પ્રાઇવસી અંગે વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ કરી હતી. પોલીસ કર્મીઓની સમસ્યાના નિવારણ માટે તેમજ પોલીસ વિભાગ દ્વારા સામુહિક રીતે સાંસ્કૃતિક અને સામજિક ઉત્સવો ઉજવી શકાય તેવા ઉદ્દેશથી પોલીસ યુનિયનની માન્યતા આપવા પણ માંગ કરી હતી.

Advertisement

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર


Share

Related posts

ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસે મુંબઈ મેડિકલ કોલેજમાં એડમિશન આપવાના બહાને ગફલત કરતી ગેંગને રંગે હાથ ઝડપી પાડી.

ProudOfGujarat

ભરૂચમાં ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણી, બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ : રેલવે સ્ટેશન પરિસરમાં વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનો એકત્રિત થયા; બંધારણની પ્રસ્તાવનાનું સામૂહિક પઠન કરી સમાનતા, ન્યાય અને બંધુત્વના મૂલ્યો જાળવવાનો સંકલ્પ લીધો

ProudOfGujarat

ભરૂચ : ગિજુભાઈ બધેકા બાળમેળા અને લાઇફ સ્કીલ મેળા ડોક્યુમેન્ટેશન વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!