Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : પોલીસ ગ્રેડ પે પગાર વધારા બાબતે ઉમરપાડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી આજે ગુજરાત પોલીસનો ગ્રેડ પે ઓછો છે, એ બાબતે વધારા માટે માંગણી ઉમરપાડા કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદનપત્ર આપીને જણાવ્યું કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત પોલીસનો ગ્રેડ પે ખૂબ જ ઓછો હોય ત્યારે રાત દિવસ પોતાના જીવ જોખમમાં ડ્યુટી કરતા હોય એવા પોલીસ કર્મચારીઓ ગ્રેડ પે વધારો મળે. એવી માંગણી આજે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને કરવામાં આવી છે. આજે પોલીસ તમામ પ્રજાનો રક્ષા કરે છે. તહેવારો હોય, પુર આવ્યું હોય, આગ લાગી હોય, હોનારત થયું હોય, સભા સરઘસ રેલી થઈ હોય, અકસ્માત થયો હોય ત્યારે પોતાના જીવના જોખમે મૂકીને પણ તેઓ પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાપૂર્વક બજાવતા હોય ત્યારે આવા પોલીસ કર્મચારીઓને પગારમાં વધારો થાય એવી ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તરફથી માંગણી કરવામાં આવી છે.

આ પ્રસંગે ઉમરપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા, ભૂપેન્દ્ર વસાવા, જીમ્મી વસાવા, હિતેશ પટેલ, રાયમલભાઈ અને હનીફ વિગેરે અનેક કાર્યકરોએ ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

રાજકુમાર રાવ અને મિસ વર્લ્ડ માનુષી છિલ્લર ‘મલિક’માં શાનદાર જોડી બનાવી રહ્યા છે, આ જોડી આશ્ચર્યની સાથે-સાથે ચાર્મ્સ પણ કરે છે.

ProudOfGujarat

પત્નીના ભરણપોષણની રકમ ન ચુકવતા પતિને નવ માસની જેલની સજા.

ProudOfGujarat

ઝઘડિયા હરિપુરા પાટિયા પાસે કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત એક નું મોત એક ને ઇજા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!