Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : ગુજરાત પોલીસ કર્મીઓનાં ગ્રેડ પે વધારવાની માંગ સાથે રાજપૂત કરણી સેનાએ આવેદન પાઠવ્યું.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની રાજપૂત કરણી સેના દ્વારા ગુજરાત પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે સહિતની સુવિધાઓનો લાભ મળી રહે તે માટે મુખ્યમંત્રી, ભરૂચ કલેકટર અને ગૃહ રાજયમંત્રીને સંબોધીને અંકલેશ્વરનાં મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

રાજપૂત કરણી સેનાની આ લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર ગુજરાતનાં પોલીસ કર્મચારીઓને હાલના સમયમાં મળતું ગ્રેડ પે અન્ય રાજયોની સરખામણીમાં ઓછું મળે છે જેમાં સુધારો કરી ગુજરાતનાં તમામ પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે ની રકમમાં વધારો કરવો જોઈએ તેમજ રાજ્યમાં તમામ પોલીસ કર્મચારીઓની ફરજનો સમય નક્કી કરવામાં આવે તેવી રાજપૂત કરણી સેનાની સરકાર સમક્ષ માંગણી છે. આ લેખિતપત્ર પાઠવતી વખતે અંકલેશ્વર રાજપૂત કરણી સેનાનાં પ્રમુખ અજિતસિંગ રાજાવત, પ્રભારી પ્રવિણસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

લીંબડી સર જે હાઈસ્કૂલ ખાતે નશાબંધી સપ્તાહ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓને સમજણ અપાઈ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનુ મોત.

ProudOfGujarat

માંગરોળના ઝંખવાવ ગામે ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા 170 ભજન મંડળીઓને ભજન કીર્તન કીટનું વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!