Proud of Gujarat
FeaturedGujarat

પંચમહાલ જિલ્લાના ૧૩૧૫ ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાઓનું લાઈવ ઓડિયો મોબાઈલ કોન્ફરન્સથી માર્ગદર્શન મેળવ્યું.

Share

પંચમહાલ રાજુ સોલંકી

પંચમહાલ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લાના ૧૩૧૫ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધી અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાઓનું લાઈવ ઓડિયો મોબાઈલ કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ગોધરાના ખેડૂત તાલીમકેન્દ્ર ખાતેથી ખેડૂતોની સમસ્યાઓ અને યોજના સંદર્ભે મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ સીધા સંવાદ દ્વારા અધિકારીઓ અને તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ચોમાસાની ઋતુ હોઈ ખેડૂતો વાવણી જેવા જરૂરી કામમાં રોકાયેલા હોવાથી તેમને આ યોજનાઓની માહિતી ઘર-ખેતર બેઠા જ તેમને આપવામાં આવી હતી.જેથી તેમનો કિંમતી સમય બચાવી શકાયો હતો.તેમજ આ યોજનાઓનો ખેડૂતો સુપેરે લાભ મેળવી શકે તે માટે પણ જરૂરી સલાહ-સૂચનો આ વિડીયો લાઈવ મોબાઈલ કોન્ફરન્સથી આપવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

लवरात्री का नया पोस्टर सभी गरबा प्रेमियों के लिए है एक परफेक्ट वेलेंटाइन गिफ्ट!

ProudOfGujarat

બળાત્કારનાં ગુનામાં સજા ભોગવતા અને રજા પરથી ફરાર થયેલ કેદીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

સુરત શહેરમાં મોબાઈલ સ્નેચરનો આતંક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!