Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડાનાં ઉમરઝર પ્રાથમિક શાળાના વય નિવૃત શિક્ષિકાનો વિદાય સમારંભ યોજાયો.

Share

ઉમરપાડા તાલુકાના ઉમરઝર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મનુબેન શંકરભાઈ વસાવા વય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો હતો. છેલ્લા ૩૬ વર્ષથી શિક્ષિકા તરીકે શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય તેમણે કર્યું હોવાથી આગેવાનોએ તેમની શિક્ષણ લક્ષી કામગીરીને બિરદાવી હતી અને સન્માન સાથે સ્મૃતિ ભેટો અર્પણ કરવામાં આવી હતી. નિવૃત્તિ પછીનું જીવન ખૂબ તંદુરસ્ત રીતે પસાર કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વાડી જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય દરિયાબેન વસાવા, સુમુલ ડેરીના ડિરેક્ટર રીતેશભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ વસાવા, ઉંમરઝરના સરપંચ સીતાબેન, તુલસીભાઈ વસાવા, વાડી ગામના સરપંચ સપનાબેન વસાવા અને શિક્ષક સ્ટાફ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

વાંકલની 108 એમ્બ્યુલન્સ ટીમે સાપ કરડેલા બાળકને કૃત્રિમ શ્વાસ આપી બાળકના જીવ બચાવ્યો.

ProudOfGujarat

AMC નો મહત્વપૂર્ણ નિર્ણય, કોર્પોરેશનની તમામ બિલ્ડીંગોમાં સિક્યોરિટી ગાર્ડની હાજરી પણ બાયોમેટ્રીકથી પુરાશે

ProudOfGujarat

નર્મદા જીલ્લા કોંગ્રેસના સોસીયલ મીડિયા કોર્ડીનેટર તરીકે ગૌરાંગ મકવાણાની વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!