અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ એટલે સેવાકીય પ્રવૃતિઓ તેમજ ભય, ભુખ, અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતી સમીતિ અને લોકોને થયેલ અન્યાય સામે ન્યાય અપાવતી સમીતી છે ત્યારે ગુજરાત અધ્યક્ષ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ નૈતૃત્વમા અને જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેરના સાનિધ્યમાં દિવાળી નિમિત્તે જરૂરીયાતમંદ લોકો મીઠાઈ ફરસાણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે જરૂરીયાતમંદ લોકોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું અને લોકોના ચહેરા ઉપર સ્મિત લાવવાનુ કામ કરતી આ સમિતિ છે.
જે ગુજરાતના તમાંમ જીલ્લાઓમાં આ અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ પથરાયેલ છે અને આવી સેવાકીય પ્રવૃતિઓ કરવા માટે પાછી પાની કરતી નથી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા તમામ તાલુકા અને ખાસ કરીને લીંબડી ટીમની હરહંમેશ સરાહનિય કામગીરી હોય છે ત્યારે લીંબડીના તમામ પછાત વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને દિવાળી અને નવા વર્ષની મીઠાઇ અને ફરસાણના સ્વરૂપમા ખુશીનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ, જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેર, જયવિરભાઈ સોલંકી, એરીકભાઈ સમા, જીલ્લા મહામંત્રી ડીયુ પરમાર, રાણાલાલ સોલંકી, નંદકિશોરભાઈ ચૌહાણ, અરૂણાબેન મકવાણા, સિતલ વાઢેર, દિપીકા પરમાર, પ્રવિણભાઇ પટેલ, નરેન્દ્રભાઇ વાણીયા, એડવોકેટ ડાભીભાઈ સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ સેવાકીય પ્રવૃત્તિમા ભાગ લીધો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર