Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં માંચ – વરેડિયા વચ્ચે અજાણ્યા વાહને ધામણ સાપને અડફેટે લેતા રેસ્ક્યુ કરી સારવાર અપાઈ.

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચના માંચ અને વરેડિયા વચ્ચે એક રેટ સ્નેક (ધામણ) સાપને કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થવા પામ્યો હતો. જેની જાણ સ્નેક સેવર મુબારક પટેલને થતા તેઓએ સાપને રેસ્ક્યુ કરી વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સારવાર કરાવી વન વિભાગ રેવા નર્સરી નીલકંઠેશ્વર ખાતે આવેલા ઓબર્જવેશનમાં સાપને મૂકવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સ્નેક સેવર મુબારક પટેલ દ્વારા અત્યાર સુધીમાં કેટલાયે સાપોને રેસ્ક્યુ કરી સાપોના જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગ દુર્ઘટના બાદ હોસ્પિટલની મુલાકાત લેતા સાંસદ મનસુખ વસાવા.

ProudOfGujarat

ભરૂચના વડાપડા રોડના વેપારીઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી.

ProudOfGujarat

ડેડિયાપાડાનાં ગારદા ખાતે દીપડાએ વાછરડીનું મારણ ગ્રામજનોમાં ફાફડાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!