Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ગ્રા.પંચાયત હસ્તકની ૩ પાણીની ટાંકી શોભાના ગાંઠીયા સમાન બની.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે વસવાટ કરતી ગરીબ પ્રજાને ઘરઆંગણે જ પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વષૉ પહેલા ગ્રા.પંચાયતના વહીવટકતૉઓ દ્વારા નેત્રંગમાં પાણી પુરવઠા યોજનામાં કરોડો રૂપિયાના ખર્ચે પંચાયત બાગની બાજુમાં, જુની નેત્રંગ વિસ્તારમાં અને ગાંધી બજારના ડબ્બા ફળીયા દિવ્ય ભવ્ય પાણીની ટાંકીનું નિમૉણ કરવામાં આવ્યું હતું પરંતુ કમનસીબે છેલ્લા ૨૦-૨૫ વષૅથી આ ત્રણેય પાણીની ટાંકી શોભાના ગાઠીયા સમાન બની જવા પામી છે. જેમાં પંચાયત બાગની બાજુમાં આવેલ પાણીના ટાંકીમાં સન ૨૦૦૨ થી પાણી ભરવામાં આવ્યું નથી, અને ગાંધીબજાર વિસ્તારના ડબ્બા ફળીયા સહિત જુની નેત્રંગ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકીમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણી ભરાયું નથી, અને ત્રણેય પાણીની ટાંકીની હાલત જજૅરીત થતાં સિમેન્ટના પોપડા નિકળતા સળીયા દેવામાં માંડ્યા છે. જેથી પાણીની ટાંકીના નિમૉણ કાયૅમાં ભારે ગોબાચારી થઇ હોવાની આશંકાઓ સેવાઇ રહી છે, અને ગમે ત્યારે તુટી પડવાની દહેશત જણાઇ રહી છે.

જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકા કરોડો રૂપિયાના ખર્ચે યોગ્ય પધ્ધતિ અને આયોજન વગર પાણીની ટાંકીનું નિમૉણ કરી દેવામાં આવ્યું છે.પરંતુ છેલ્લા ૨૦-૨૫ વષૅથી પાણીની ટાંકીનો ઉપયોગ કરવામાં આવતો નથી તો કેમ કરોડો રૂપિયાના ખચૅ પાણીની ટાંકીનું નિમૉણ કરવામાં આવ્યું હતું. તે લોકમુખે ચચૉનો માહોલ બન્યો છે. જ્યારે બોર-મોટર, કુવા, તળાવ, ચેકડેમ સહિત જળાશયોમાં પાણીના સ્તર સુકાતા પીવાના શુધ્ધ પાણીની સમસ્યા ઉદભવી રહી છે. તો આગામી સમયમાં પીવાના શુધ્ધ પાણીની સમસ્યા નિરાકરણ માટે તંત્ર ધ્વારા જરૂરી પગલા ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા એસ.ટી. બસ ડેપોમાંથી હીરાની ચોરી કરેલ આરોપીઓને ઝડપી મુદ્દામાલ રીકવર કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ.

ProudOfGujarat

વડાપ્રધાન મોદી આવતીકાલે સાબરમતી નદી પર પ્રતિષ્ઠિત ફૂટ ઓવરબ્રિજનું ઈ-ઉદ્ઘાટન કરશે.

ProudOfGujarat

વાગરા ની વિલાયત જીઆઈડીસી માં શ્રમિકો ભરેલ ટેમ્પો પલ્ટી મારવા ની ઘટનામાં બે ના મોત, ડ્રાઇવર પર દોષ નો ટોપલો જ્યુબીલન્ટ કંપની અને કોન્ટ્રાકટર સામે પોલીસ ની ઢીલાસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!