Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ટાઉનમાં ડિવાઇડરો પર સ્ટ્રીટલાઇટના અભાવે વાહનચાલકોને મુશ્કેલી

Share

પ્રાપ્ત માહિતી ભરૂચ જીલ્લાના નેત્રંગ ટાઉનમાંથી અંબાજી-ઉમરગામ અને અંકલેશ્વર-બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતાં હોવાથી સતત નાના-મોટા માલધારી વાહનોની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય છે. નેત્રંગ રસ્તાઓ ઉપર સ્ટ્રીટલાઇટની સુવિધાના અભાવે રાત્રીના અંધકારના સમયે રસ્તાઓ સહિત સમગ્ર ગામમાં અંધકાર પ્રસરી જાય છે. વાહનચાલકોની મામુલી ગફલતથી જીવલેણ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ભુતકાળના સમય અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. બાઇકચોર અને અસામાજીક તત્વોને છુટોદોર મળી જતો હોય છે.

ભરૂચ, નમૅદા અને સુરત જીલ્લા સહિત દ.ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા નેત્રંગને પોલીસતંત્રના ચોપડે એપીસેન્ટર ગણાય છે. કારણ કે નેત્રંગ ચાર રસ્તાથી માત્ર ૧૪ કિમી નમૅદા જીલ્લા અને માત્ર ૧૨ કિમી સુરત જીલ્લા સહિત ૫૦ કિમી પર મહારાષ્ટ્ર રાજ્યનો સરહદી વિસ્તાર શરૂ ધઇ જાય છે. તેવા સંજોગોમાં કેટલીક ગુનાહિત પ્રવૃત્તિને આસાનીથી અંજામ આપી શકાય છે. નેત્રંગ ટાઉનમાં જ ત્યાં જ અંધકાર રહેતા અસમાજીક તત્વોને છુટોદોર મળી જતો હોય છે. જેથી આવનારા સમયમાં સરકારીતંત્ર અને ગ્રા.પંચાયતના સતાધીશો લોકોની સુરક્ષા-વ્યવસ્થાને પ્રાથમિકતા આપીને નેત્રંગ ટાઉનના રસ્તાઓ પર સ્ટ્રીટલાઇટ મુકવાની કામગીરી શરૂ કરે તેવી લોકમાંગ ઉઠી છે. નહીંતર આવનાર સમયમાં આ બાબતે આંદોલનના પણ ભણકારા જણાઇ રહ્યા છે.

નેત્રંગ-અંકલેશ્વરના બિસ્માર રસ્તાઓએ વાહનચાલકોની કમર તોડી નાખી હતી, જેથી માગૅ અને મકાન વિભાગ સહિત સરકારીતંત્રએ ૨૯ કરોડના ખર્ચીને રસ્તાનું નવીનીકરણ કયુૅ હતું, અને નેત્રંગ ટાઉનના રસ્તાઓ ટ્રાફિક સમસ્યા અને જીવલેણ અકસ્માતની ઘટનાના નિવારણ માટે ડિવાઇડરો પણ બનાવ્યા હતા જે પ્રશંસનીય બાબત છે. પરંતુ તે જ ડિવાઇડરો અને રસ્તા ઉપરથી વાહનચાલકોને રાત્રીના અંધકારના સમયે જીવના જોખમે પસાર થવું પડે છે,જેથી ડિવાઇડરો ઉપર સ્ટ્રીટલાઇટ કેમ નહીં મુકી શકાય તે ચચૉનો વિષય બન્યો છે.

Advertisement

Share

Related posts

લગ્નની મોસમ સાથે ભરૂચમાં તસ્કરોની મોસમ … અબિકાનગરમાં ચોરીનો બનાવ બન્યો ….

ProudOfGujarat

નર્મદા નદીના કિનારાની સીમમાં આવેલ કેળા અને અન્ય પાકની ખેતીને વ્યાપક નુકસાન

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!