Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં નજીવા મુદ્દે યુવાન પર તેના જ મિત્રએ ચપ્પુ વડે હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ યુપીના અને હાલ અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં આવેલ લીમડી ચોકમાં રહેતા ૩૬ વર્ષીય શેરજહાન મહેમુદ રંગરેઝ તેના મિત્ર ઉમ્મીદ અખ્તર રંગરેઝ સાથે ભાડાના મકાનમાં રહે છે.જેઓ વચ્ચે ધંધાના હિશાબ બાબતે માથાકૂટ થઇ હતી જેની રીસ રાખી આવેશમાં આવી ગયેલા ઉમ્મીદ અખ્તર રંગરેઝે શેરજહાનના ગળાના ભાગે ચપ્પુ વડે હુમલો કરતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાને પગલે ઈજાગ્રસ્તને પ્રથમ અંકલેશ્વરના નગર પાલિકાના દવાખાને લઇ જવામાં આવ્યો હતો જે બાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

વ્રુક્ષારોપણ કરનારા વ્રુક્ષો રોપી પલાયન થતા વ્રુક્ષો તેમની રાહ જુએ છે જાણો કેવી રીતે???

ProudOfGujarat

લીંબડીમાં રામનવમી નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી.

ProudOfGujarat

દશુ તો ગયો…અંકલેશ્વરના હજાત ગામના કુખ્યાત બુટલેગરનો લાખોની કિંમતનો દારૂનો જથ્થો ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!