Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા જીઆઇડીસીમાં આડેધડ વાહનો પાર્ક કરતા વાહન માલિકો પ્રત્યે પોલીસની લાલ આંખ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આડેધડ વાહનો પાર્ક કરતા વાહન માલિકો બાબતે પોલીસે લાલ આંખ કરતા આવા વાહન માલિકોમાં ફફડાટ ફેલાયો હતો. ઝઘડીયા પીઆઇ વસાવાના જણાવ્યા મુજબ ઝઘડીયા પોલીસે આજરોજ જીઆઇડીસી વિસ્તારમાં લોક કર્યા વિના મુકેલ ૧૫ જેટલી બાઇકો પોલીસે કબજે લીધી હતી. આ વાહન માલિકો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પોલીસે જણાવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં બાઇક ચોરીની ઘટનાઓ બનતી અટકાવવાના પગલા રુપે પોલીસે આ કાર્યવાહી કરી હતી. લોક કર્યા વિના મુકેલ બાઇકની ઉઠાંતરી કરવામાં વાહન ચોરોને સરળતા રહેતી હોય છે, ત્યારે વાહન માલિકો પણ પોતાના વાહનો સુરક્ષિત જગ્યાએ લોક કરીને મુકે તેમ પોલીસ દ્વારા જણાવાયુ હતુ.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ


Share

Related posts

ભરૂચ ના ચકચારી બી જે પી નેતાઓ ના ડબલ મર્ડર કેસ બાદ થી સુરક્ષા માં આવેલ  બહુચરાજી મંદિર ના પૂજારી જયકર મહારાજે તેઓને આપવા માં આવેલ પ્રોટેક્શન  ગાર્ડ ઉપર હુમલો કરતા ચકચાર મચ્યો હતો…

ProudOfGujarat

ગોધરા એલ.સી.બી શાખાએ બાઇક ચોરી કરતી ગેંગ ઝડપી પાડી,૧૮ બાઇકો કબજે કરી વધુ તપાસ હાથ ધરી…

ProudOfGujarat

સ્વચ્છતા હી સેવા – ફ્રી ઇન્ડિયાની થીમ સાથે વાલિયાની જામણીયા શાળામાં નિબંધ, સફાઈ ચિત્ર સ્પર્ધા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!