Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં કમોસમી ધોધમાર ભારે વરસાદથી ખેડૂતો ચિંતિત…

Share

રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર પછી રાજપીપલામાં અચાનક કમોસમી ધોધમારવરસાદ તૂટી પડયો હતો. આ ભારે વરસાદથી રાજપીપળામાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી.

હાલ શિયાળાની માંડ શરૂઆત થઈ છે. ઠંડી માંડ શરૂ થઈ છે ત્યાં જ આજે શિયાળાના પ્રારંભે વરસાદ તૂટી પડતા આ કમોસમી વરસાદથી સૌ ચોકી ઉઠ્યા છે. આજે અચાનક રાજપીપલામાં ધોધમાર વરસાદ તૂટી પડતા ઠેર ઠેર પાણી ભરાતા ચોમાસાની ઋતુનો શિયાળામાં પ્રારંભ થયાનો અહેસાસ થયો હતો. જોકે આ કમોસમી વરસાદથી તુવેર, કપાસ જેવા પાકને ભારે નુકશાન થયાના અહેવાલ છે. જોકે વેપારીઓએ બહાર મેદાનોમાં મુકેલો કપાસ પલળી જતા ભારે નુકશાન થતાં વેપારીઓ ચિંતિત બન્યા છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ગોધરા લોકડાઉનના જાહેરનામાનો ભંગ બદલ અત્યાર સુધી ૨૩૭ લોકો સામે ફરિયાદ

ProudOfGujarat

અંકલેશ્વરનાં ભરણ ગામે ઘરમાં રહેલી વૃદ્ધા પર દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકા તેમજ જિલ્લા પંચાયત ચૂંટણીનાં કોંગ્રેસનાં ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા, મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડયા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!