Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આગામી તા.27 એ ઓર્થોપેડિક કેમ્પ યોજાશે.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે તા.૨૭ મી નવેમ્બરને શનિવારના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી ઓર્થોપેડિક કેમ્પ યોજાશે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના ઉપક્રમે યોજાનાર આ કેમ્પમાં વર્ષો જુની સાંધાની તકલીફ, ઘૂંટણનો ઘસારો, કમરમાં તેમજ સાંધામાં સોજો અને લાલાશ રહેવી, સાંધા જકડાઇ જવા તેમજ હલનચલનમાં તકલીફ, પગ વાંકા વળી જવા તેમજ ચાલવામાં તકલીફ થવા જેવી વિવિધ શારીરિક અને ઓર્થોપેડિક તકલીફોવાળા દર્દીઓને નિષ્ણાત ઓર્થોપેડિક સર્જન દ્વારા તપાસીને નિદાન કરવામાં આવશે. વધુમાં જણાવાયા મુજબ આયુષ્યમાન ભારત આરોગ્ય કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચએ ઉમલ્લા-સંજાલી રોડ ઉપર વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો: વિદેશી દારૂ અને વાહન મળી ૯,૦૦,૦૦૦/- ઉપરાંતની મત્તા જપ્ત

ProudOfGujarat

ભરૂચ નર્મદા પાર્ક ખાતે નદી કિનારે પૂજા-ધાટ આરતી- રીવર મશાલ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરાના નવાપુરા વિસ્તારમાં દૂષિત પાણીના મુદ્દે મહિલાઓનો કલેકટર કચેરીએ હલ્લાબોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!