ભરૂચના પનોતા પુત્ર અહેમદભાઇ પટેલની આજે પ્રથમ પુણ્યતિથિ હોય જે નિમિત્તે આજે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે નિ:શુલ્ક દિવ્યાંગ કેમ્પ યોજાયો હતો.
કોંગ્રેસના અગ્રણી અને રાષ્ટ્રીય નેતા અંકલેશ્વરના પીરામણ ગામના મૂળ વતની દિવંગત સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હોય તે નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં માટે વિવિધ જગ્યાએ અનેક સેવાકાર્યો કરવામાં આવ્યા હતા. જેમાં અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટયૂટ ખાતે અહમદભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે નિ:શુલ્ક દિવ્યાંગો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેઓના સત્કાર્યની સુવાસ હંમેશા ફેલાતી રહે તેમજ આ કાર્યમાં ભારત સેવા સંસ્થાન જોધપુર અને ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો. દિવ્યાંગ કેમ્પમાં દિવ્યાંગોને વ્હીલ ચેર, ટ્રાઇસિકલ, ક્લિપર, બૈશાખી સહિતના સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, અમિત ચાવડા, સાંસદ શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, દિવંગત અહમદભાઈ પટેલની સુપુત્રી મુમતાઝબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્વ.અહેમદ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયો નિઃશુલ્ક દિવ્યાંગ કેમ્પ.
Advertisement