Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં ભારે વરસાદમાં સ્ટેશન રોડ અને વડિયા પેલેસ રોડ પરના બે કોટની દીવાલો ધરાશાયી થતાં રીપેર કરવાની માંગ.

Share

રાજપીપળામાં ભારે વરસાદમાં સ્ટેશન રોડ અને વડિયા પેલેસ રોડ પરના બે કોટની દીવાલો ધરાશાયી થઇ છે જે હજી પણ યથાવત અવસ્થામાં છે. તેને તાકીદે રીપેર કરવાની માંગ ઉઠી છે.

રાજપીપળામાં ભારે વરસાદને કારણે ઘણી જૂની ઇમારતોને, તેના પાયાને, અને કોટની દીવાલોને પણ ઘણું નુકસાન થયું છે. ખાસ કરીને રાજપીપળા ખાતે આવેલી સ્ટેશન રોડ પર રાજપીપળા સરકારી હાઇસ્કુલ સામે આવેલ કોટ પણ ધરાશાયી થયો છે. લગભગ 15 ફૂટ લાંબો કોટ ધરાશાયી થયો છે. પરંતુ હજુ સુધી તેને રીપેર કરવામાં આવ્યો નથી. અહીંના ફૂટપાથ પરથી આવતા જતા લોકો માટે આ કોટ નુકશાનકારક સાબિત થઈ શકે છે. જ્યારે રાજપીપળા વડિયા પેલેસ રોડ પર આવેલ જનરલ હોસ્પિટલ પાસેનો વધુ એક કોટ પણ ધરાશાયી થયો છે. આ કોટ પણ 10 થી 15 ફૂટ લાંબો જમી દોસ્ત થયો છે એને પણ આજ દિન સુધી રીપેર કરવામાં આવ્યો નથી! રાજપીપળામાં ભારે વરસાદમાં ધરાશયી થયેલા કોટના બાંધકામ સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે. તંત્ર આ બંને કોટ તાકીદે રીપેર કરે એવી માંગ છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ નજીક ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગનો મામલો, એસ.પી લીના પાટીલે સ્થળ મુલાકાત લઇ તપાસ હાથધરી.

ProudOfGujarat

ભરૂચ : અશાંતધારો લાગુ પણ અમલ નહીં : તંત્ર થયું એલર્ટ.

ProudOfGujarat

શેરડીનો રસ બની રહ્યો છે લોકો માટે ગરમીનો સહારો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!