Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં મહેગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના મહેગામથી મનાડ જતા માર્ગ પર આજે સવારના સમયે ઝાયલો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજતા આસપાસના વિસ્તારમાં ભારે ગમગીની ભર્યો માહોલ છવાયો હતો.

મહેગામ ગામ ખાતે રહેતા પ્રદીપ જયંતિ ગોહીલ અને પ્રશાંત છત્રસિંહ ગોહિલ નાઓ કોઈ કામ અર્થે મહેગામથી મનાડ ગામ વચ્ચે મોટરસાયકલ લઇ નીકળ્યા હતા દરમિયાન અચાનક ઝાયલો કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા મોટરસાયકલ સાથે અકસ્માત સર્જાયો હતો, અકસ્માતની સમગ્ર ઘટનામાં બાઇક પર સવાર બંને યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

અકસ્માતની ઘટના બાદ મામલે ભરૂચ રૂરલ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મામલે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

દહેજ આમોદ રોડ પર પણીયાદરા પાસે ટ્રેલરની અડફેટે મોટર સાયકલ પર સવાર બાળકીનું મોત

ProudOfGujarat

નિવૃત્તિ માટે તૈયાર હોવાનું માનતા ભારતીયોની સંખ્યા વધી, 2020 માં આ આંક 49% હતો તેથી વધીને 2023 માં 67% થઈ

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલ ટ્રાફિક સિગનલ આજે પણ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!