Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા જીઆઈડીસીની ડીસીએમ કંપની દ્વારા ફૂલવાડી ખાતે પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું.

Share

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ ડીએમસી શ્રી રામ અલ્કલી એન્ડ કેમિકલ કંપની દ્વારા ઝઘડીયા જીઆઈડીસીની આજુબાજુના ગામડાઓમાં પોતાની સીએસઆરની પ્રવૃત્તિ હેઠળ લોક કલ્યાણના વિવિધ કામો કરવામાં આવે છે. ડીસીએમ કંપની દ્વારા સીએસઆર કામ હેઠળ શિક્ષા, સ્વાસ્થ્ય, જળસંચય, સંરક્ષણ, પશુધન વિકાસ જેવા કામો કરવામાં આવે છે. ડીસીએમ કંપની દ્વારા ગતરોજ ફુલવાડી ગામ ખાતે પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પંચાયત ઘરના લોકાર્પણ પ્રસંગે કંપનીના પ્રમુખ અને યુનિટેડ બી એમ પટેલ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર આર પી એસ ચૌહાણ, કમલભાઇ નાયક ઉપસ્થિત રહ્યા હતા. પંચાયત ઘર બનવાથી ગામના લોકોને ઘણી સગવડ મળશે એવી લાગણી આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવી. આ ઉમદા કાર્યમાં કંપની સાથે ફુલવાડી ગ્રામ પંચાયત દ્વારા પણ નાણાકીય ફાળો આપવામાં આવ્યો છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડીયા ચાર રસ્તા પર સિલિકા ભરીને જતી ટ્રકમાં આગ લાગી

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માજી પ્રમુખ સહિત અનેક નેતા ભાજપામાં જોડાયા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં નવા ત્રણ કોરોના કેસ સાથે કુલ આંક ૧૧૨ થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!