Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળના કોસાડી ગામનો ૬૪૦૦ કિલો ગૌમાંસના ગુનાનો વોન્ટેડ આરોપીને S.O.G. એ ઝડપી લીધો.

Share

માંગરોળ તાલુકાના કોસાડી ગામનો ૬૪૦૦ કિલો ગૌમાંસના ગુનાનો વોન્ટેડ આરોપી મહમદ અલી ઉર્ફે સૂર્યા હાસીમ મમજી ને S.O.G.ની ટીમે ઝડપી પાડયો હતો.

કોસાડી ગામના બેતાલીસ ગાળા ફળિયામાં રહેતો આરોપી મોહમ્મદ અલી ઉર્ફે સુર્યા હાસીમ મમજી વિરુદ્ધ ૬૪૦૦ કિલો ગૌમાંસનો ગુનો બે વર્ષ પહેલાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ નોંધાયો હતો. આરોપી છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો આ ગુનાની તપાસ સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા એસ.ઓ.જી ને સોંપવામાં આવતા પો.ઇ.જે.કે.ધડુક દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ત્યારે S.O.G. ના એ.એસ.આઇ. કિરણસિંહ લક્ષ્મણસિંહ, અને પો.કો. આસિફખાન ઝહિરખાનને સંયુક્ત બાતમી મળી હતી કે આરોપી કીમ ચાર રસ્તા નજીક આવેલ સીટીઝન હોટલ પાસે ઉભો છે જેને આધારે અન્ય સહયોગી પોલીસ કર્મચારીઓ ગીરીરાજસિંહ અશોકસિંહ, વિરમભાઈ બાબુભાઈ, વગેરે એ ઉપરોકત સ્થળે તપાસ કરી આરોપી ને ઝડપી લીધો હતો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

“સહજ સુવિધા અને સમર્પણ સાથે જનસેવા”ના ઉદ્દેશ્યથી નવનિર્મિત જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ૨૧૫ પંચાયતોની પેટા ચૂંટણીના ફોર્મ ભરવા અંતિમ દિવસે ભીડ

ProudOfGujarat

રાજપીપળામાં હરસિદ્ધિ માતાના મંદિરે નવરાત્રિ પર્વે નવ દિવસ મેળો ભરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!