Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમલ્લા પોસ્ટ ઓફિસના નિવૃત થતા કર્મચારીને વિદાયમાન અપાયું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે પોસ્ટ ઓફિસમાં છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયથી પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા ઇબ્રાહિમભાઈ મલેક વયમર્યાદાના કારણે નિવૃત થતા તેઓને વિદાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. ઉમલ્લા પોસ્ટ ઓફિસ ખાતે યોજાયેલ આ વિદાય કાર્યક્રમમાં ઉમલ્લાના સ્થાનિક અગ્રણી જેન્તીભાઇ પંડ્યાના હસ્તે તેઓને શાલ ઓઢાડીને તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન સહ વિદાયમાન આપવામાં આવ્યું હતું. અત્રે ઉપસ્થિત પોસ્ટ કર્મીઓએ વિદાય લેતા ઇબ્રાહિમભાઇ મલેકે આપેલ સેવાઓને બિરદાવી હતી. આ પ્રસંગે તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠાને યાદ કરીને તેમને વિદાયમાન અપાયું હતું. વિદાય લેતા પોસ્ટમેન મલેકે તેમનું સન્માન કરવા બદલ સાથી કર્મીઓનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 1800 થી વધુ દીકરીઓના ખાતામાં રૂ. 1000 કરાવ્યા.

ProudOfGujarat

કેલોદ વીજ લાઈન માંથી ઇલેક્ટ્રીક કેબલ ચોરીનો ભેદ ઉકેલી ત્રણને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ProudOfGujarat

એલર્ટ બ્રામ્હી સુંદરી સહેલી સર્કલ ગ્રુપ ભરૂચ દ્વારા પ્રભુ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!