Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા કરજણ નદી કિનારે માછલી પકડવા ગયેલા યુવાનનું નદીમાં ડૂબી જવાથી મોત.

Share

રાજપીપલા ખાતે આવેલ કરજણ નદી કિનારે માછલી પકડવા ગયેલા યુવાનનું રાજપીપલા સ્મશાન પાસેના કરજણ નદિના કિનારેથી કરજણ નદીના પુલના નીચે સુધીમાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.

આ અંગે ખબર આપનાર ચંદ્રકાંતભાઈ ચંપકભાઈ વસાવા (રહે-વાઘેથા નરસિંહ ટેકરી, રાજપીપલા ) એ રાજપીપલા પોલીસને જાણ કરી હતી કે મરનાર અજયભાઈ ચંદ્રકાંતભાઇ વસાવા( ઉ.વ.૨૪ રહે. વાઘેથા નરસિંહ ટેકરી) ગત તા.૧૪/૧૨/૨૦૧૧ ના રોજ કરજણ નદીમા તેના ગામના વિજયભાઈ કનુભાઈ વસાવા તથા રવિમાન્દ્રભાઈ ભુપેછન્દ્રભાઈ વસાવા તથા સંજુભાઈ સાથે માછલી પકડવા માટે આવેલ તે વખતે મરનાર અજયભાઈ
કરજણ નદીના ઉંડા પાણીમાં માછલી પકડવા જતા પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા એસ્પાયર ડિસ્પિટિવ સ્કિલ ફાઉન્ડેશન સાથે એમઓયુ કર્યા.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં વધુ બે લોકો કોરોના વાયરસ સ્થિતિ સંક્રમિત થયા હોવાની વિગતો બહાર આવી છે જેમાં હાલ ભરૂચ જિલ્લામાં બહારથી આવીને સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા ૧૯ ઉપર પહોંચી છે જ્યારે કુલ સંક્રમિત લોકોની સંખ્યા 59 ઉપર પહોંચી છે.

ProudOfGujarat

ભાવનગર જીલ્લામાં યોગ દિવસની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!