Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે ઉપર હાંસોટના અલવા ગામ પાસે બે કાર સામસામે ભટકાતા બે લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

Share

સુરત ખાતે રહેતા સંજય શર્મા પોતાના મિત્ર સાથે આજે વહેલી સવારે અમદાવાદ ખાતે જવા નીકળ્યા હતા.તે દરમિયાન અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે ઉપર હાંસોટના અલવા ગામ પાસે સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલ અન્ય કાર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં સંજય શર્મા અને તેના મિત્રનો આબાદ બચાવ થયો હતો.જયારે સામેની કારમાં સવાર ત્રણ પૈકી બે લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત અંગેની જાણ થતાં હાંસોટ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છેકે આ માર્ગ ઉપર વારંવાર અકસ્માત ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે માર્ગને પણ ફોર લેન બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીને થઈ ફાંસીની સજા.

ProudOfGujarat

પંચમહાલ : આર્મી ભરતી પ્રક્રિયામાં યુવાનોની વય મર્યાદામાં સુધારો કરવા માટે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત.

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં કામ કરતો કામદાર પાંચમાં માળથી નીચે પટકાતા મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!