Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંક્લેશ્વર ને.હા.ઉપરથી ઇકો કારના દરવાજઓમાં સંતાડી લઇ જવાતો ઇંગ્લીસ દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં દારૂબંધી અંગે કડક અમલ સારૂ ખાસ ઝુંબેસ રાખવામાં આવેલ ડ્રાઈવ જે અનુસંધાને પ્રોહીબીશનના ગુનાઓ શોધી કાઢવા ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ. શ્રી સુનીલ તરડે નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા ટીમના માણસો અંક્લેશ્વર વિસ્તાર તા.૭/૮/૨૦૧૮ ના રોજ પેટ્રોલિંગમા હતા દરમ્યાન ASI  બાલુભાઈ કળાભાઈ નાઓને અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ કે એક ઇકો કાર નંબર-GJ-15-CB-7754 મા એક ઇસમ કારના દરવાજાઓમા પરપ્રાંતિય અને પ્રતિબંધિત ઇંગ્લીસ દારૂનો જથ્થો ભરી સુરતથી અંક્લેશ્વર તરફ ને-હા.નં-૮ ઉપર આવનાર છે જે મળેલ બાતમીના આધારે એલ.સી.બી ના પોલીસ માણસો અંક્લેશ્વર ને.હા.નં-૮ ઉપર વાલીયા ચોકડી નિલેશ ઓવરબ્રીજ નીચે વોચમા હાજર રહેલ તે દરમ્યાન બાતમી હકીકત મુજબની ઇકો કાર સુરત તરફથી આવતા કારના ચાલકે દુરથી રોડ ઉપર ઉભેલ પોલીસ ટીમને જોઇ પોતાની કાર હાઇવે રોડ ઉપર મુકી નાસી ગયેલ જે ઓળખાયેલ નહી તેમજ કારમા તપાસ કરતા કાર ખાલી હોવાનુ જણાયેલ પરંતુ મળી આવેલ કારમા ઝીણવટભરી રીતે તપાસ કરતા કારના તમામ દરવાજાના કવર ખોલી અંદર તપાસ કરતા પરપ્રાંતિય અને પ્રતિબંધીત ઇંગ્લીસ દારૂ ભરેલ મળી આવેલ જેથી મળી આવેલ દારૂની ગણતરી કરતા ઇંગ્લીસ દારૂની ૧૮૦ મી.લી તથા ૭૫૦ મી.લી ની કુલ બોટલો નંગ-૪૬૯ જેની કિં.રૂ.૫૬,૫૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ જેથી દારૂ તથા ઇકો કાર મળી કુલ કિં.રૂ.૩,૫૬,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી નાસી જનાર ઇકો કારના ચાલક વિરૂધ્ધ મા અંક્લેશ્વર શહેર પો.સ્ટે મા ગુનો રજી. કરાવવા મા આવેલ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : કચ્છનાં રાપર મુકામે એડવોકેટની હત્યા થઈ તેના હત્યારાને તાત્કાલિક પકડવા મૂળ નિવાસી સંઘ દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર નજીક રાજપીપલા રોડ વિસ્તારમાં ઝાડી અને ખંડહર મકાન માંથી દારૂનો જથ્થો ઝડપાયોઃ રીક્ષા વિદેશી દારૂ અને બિયર મળી કુલ રૂ ૭૩૯૦૦ની મત્તા જપ્ત.બે આરોપી ઝડપાયા…

ProudOfGujarat

સુરત : મહાનગરપાલિકાના ફાયર વિભાગે ફરી એક વખત સપાટો બોલાવ્યો છે. ફાયર સેફ્ટીના આભાવના કારણે શહેરની બે હોસ્પિટલ સહિત નર્સરી સ્કૂલ અને એક ટ્રેડ હાઉસને સીલ કર્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!