Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર-હાંસોટ સ્ટેટ માર્ગ હાઈવે પર ઉતરાજ ગામ પાસે ભુવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. 

Share

રાત્રે અકસ્માતનું જોખમ વધ્યું છે. પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા નાળા પાસે જમીન ધસી પડવાથી આ ભુવો સર્જાયો હતો. જેમાં કાર સમાઈ એવો ભુવો જોવા મળ્યો હતો.

અંકલેશ્વર-હાંસોટ સ્ટેટ હાઈવે પર ઉતરાજ ગામ નજીક ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય માર્ગને અડીને એક મોટો ભુવો પડ્યો છે. આ ભુવો એટલો મોટો છે કે તેમાં એક આખી કાર સમાઈ જાય તેમ છે. પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા નાળા પાસે જમીન ધસી પડવાથી આ ભુવો સર્જાયો છે. આ માર્ગ પરથી દરરોજ સેંકડો વાહનો પસાર થાય છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં ભુવો દેખાતો ન હોવાથી મોટા અકસ્માતની શક્યતા રહેલી છે. સ્થાનિક ગ્રામજનો એ ભુવા નું તાત્કાલિક સમારકામ કરવાની માંગણી કરી છે. આ માર્ગ સુરત સુધી જોડાયેલો હોવાથી વાહન વ્યવહાર માટે અત્યંત મહત્વનો છે. સ્થાનિક તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જે વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં દિલ્હી-યુપીની યુવતિઓને લાવી સ્પાની આડમાં ચાલતું કુટણખાનુ ઝડપાયું 

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના ૮૦૦૦ નવા મતદારો સહીત રાજ્યના અનેક મતદારોના નામો સામેલ ના થવાથી લેખિત અને મૌખિક રજુઆતો કરાઈ.

ProudOfGujarat

ટોક્યો ઓલિમ્પિક: પીવી સિંધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ: રાષ્ટ્રપતિ અને PM મોદી સહિત અન્ય લોકોએ પાઠવ્યા અભિનંદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!