Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં દિલ્હી-યુપીની યુવતિઓને લાવી સ્પાની આડમાં ચાલતું કુટણખાનુ ઝડપાયું 

Share

ભરૂચ એસઓજીની ટીમે એક શખ્સને ઝડપી પાડ્યો : મુખ્ય સુત્રધાર ફરાર
ભરૂચ.
ભરૂચ એસઓજીના પીઆઈ એ. એ. ચૌધરી તેમજ એ. એચ. છૈયાએ શહેર જિલ્લામાં ચાલતાં ગેરકાયદે દેહવ્યાપારની પવૃત્તિ પર કડક કાર્યવાહી કરવાની સુચના આપતાં એસઓજીની ટીમો પેટ્રોલિંગમાં નીકળી હતી.
દરમિયાનમાં એસઓજી પીએસઆઈ બી. એસ. શૈલાણાને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના શ્રવણ ચોકડી નજીક આવેલાં રંગપ્લેટીના કોમ્પલેક્ષના બીજા માળે આવેલાં હની સ્પા નામની દુકાનમાં પ્રોફેશનલ સ્પાની આડમાં બહારથી યુવતિઓ મંગાવી કુટણખાનું ચલાવવામાં આવે છે.જેથી ટીમે એક ડમી ગ્રાહકને સ્પામાં મોકલી તપાસ કરાવતાં ત્યા દેહવ્યાપાર ચાલતો હોવાની સ્પષ્ટ માહિતી મળતાં ટીમે ત્યાં દરોડો પાડી સ્પાના મેનેજર અરૂણ રામસ્વરૂપ જયરામ લોદીને ટીમે દબોચી લીધો હતો. જ્યારે બે દેહવ્યાપાર કરતી પુવતીને બચાવી લેવાઈ હતી. પ્રાથમિક તબક્કે બન્ને યુવતિઓને દિલ્હી તેમજ યુપીથી લાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. સ્પાનું સંચાલન કરનાર ઈશિપ્ત પટેલને ટીમે વોન્ટેડ જાહેર કરી બન્ને વિરુદ્ધ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ઈમોરલ ટ્રાફિકીંગ એક્ટ 19156ની કલમ ૩.૪.૫,૭ તેમજ બીએનએસની કલમ ૩(૫) હેઠળ ગુનો નોંધતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સ્પા સંચાલક 40 ટકા કમિશન લેતો હતો

ભરૂચ એસઓજીની ટીમે દરોડો પાડી સ્થાના મેનેજરને ઝડપી પાડી તેમની પાસેથી કુલ 4500 રોકડા તેમજ એક મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં તેમણે કબુલ્યું હતું કે, સાહક પાસેથી જે રકમ આવતી હતી તે પૈકીની 40 ટકા રકમ સ્પા સંચાલકને મળતાં હતાં. જ્યારે 60 ટકા રકમ જે તે યુવતિને મળતાં હતાં.


Share

Related posts

જળ માટે જંગ, ઝઘડિયાનાં પીપરપાન ખાતે વર્ષોથી પાણી વગર વલખા મારતા લોકો, અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગામડાઓની વ્યથા આખરે તંત્ર ક્યારે સાંભળશે..!!

ProudOfGujarat

મહુવા પોલીસે બે આરોપી નુ જાહેરમાં સરઘસ કાઢ્યું..

ProudOfGujarat

વડોદરા : હાસ્ય કલાકાર વિરદાસના કાર્યક્રમને રદ કરવા આવેદન પાઠવી માંગ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!