Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મુલેર ચોકડી નજીક ગંધાર કોલોની પાસે ત્રણ બાઇક વચ્ચે વિચિત્ર અકસ્માત : 6ને ઇજા

Share

ભરૂચ.

વાગરાના મુલેર ગામે રહેતાં રેથીકુમાર વાસુદેવન પિલ્લાઇ તેમના શેઠની બાઇક લઇને તેના મિત્ર દેવેન્દ્ર પાસવાન સાથે ગંધાર ગામે મેળામાં જવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં તેઓ મુલેર ચોકડી નજીક આવેલાં ગંધાર કોલોની પાસે પહોંચતાં સામેથી પુરઝડપે આવતી એક બાઇકના ચાલકે તેમની સાથે અકસ્માત સર્જી અન્ય એક બાઇક સાથે પણ ટક્કર મારી હતી. અકસ્માતમાં રેથીકુમાર તેમજ તેના મિત્ર દેવેન્દ્ર સહિત અન્ય બાઇક પર સવાર મુલેર ગામના દંપતિ રમેશ જાદવ તેમજ તેમની પત્ની રમીલા અને અકસ્માત સર્જનાર બાઇક પર સવાર દિક્ષીત સતિષ ગોહિલ તેમજ ચેતન સોલંકીને પણ ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108ની મદદથી નજીકના નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયાં હતાં. બનાવને પગલે રેથીકુમારે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અમરેલી : હિંડોરણામાં રહેણાંકમાંથી ગેરકાયદે ગેસ રીફીલીંગ કૌભાંડ ઝડપાયું

ProudOfGujarat

અંકલેશ્વર- નર્મદા નદીમાં લાપતા થયેલ જુના દીવા ગામના ત્રણ યુવાનોના મૃતદેહ મળી આવ્યા…

ProudOfGujarat

ઇન્ડિયા ગંઠબંધન ની જાહેરાત બાદ કહી ખુશી કહી ગમ, ભરૂચ બેઠક પર ના નિર્યણ ને પડકારવા ફૈઝલ પટેલ દિલ્હી જશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!