Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના સારસા ગ્રામ પંચાયતની ચુંટણીમાં પરિવર્તન પેનલ વિજયી.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાની ૬૭ ગ્રામ પંચાયતોની તા. ૧૯ મીએ યોજાયેલ ચુંટણીની મતગણતરી આજે ઝઘડીયા ખાતે યોજાઇ હતી. આ લખાય છે ત્યારે બપોરના સાડા ચાર વાગ્યે ૩૫ ગ્રામ પંચાયતોના પરિણામો બહાર પડી ચુક્યા છે. ઝઘડીયા તાલુકાની સારસા ગ્રામ પંચાયતની રસાકસી ભરેલ ચુંટણીમાં પરિણામ બાદ ભાજપા અગ્રણી હિરલ પટેલના સમર્થનવાળી પરિવર્તન પેનલના કુલ આઠ પૈકી પાંચ સભ્યો વિજયી થયા હતા, જ્યારે સહકાર પેનલના ત્રણ સભ્યો વિજયી થયા હતા. પરિવર્તન પેનલના સરપંચ પદ માટેના ઉમેદવાર પ્રેમિલાબેન ચંદુભાઇ વસાવા વિજયી થયા હતા. વિજયી ઉમેદવારો મતગણતરી કેન્દ્ર બહાર આવતા તેમના સમર્થકોએ તેમને અભિનંદન આપીને વધાવી લીધા હતા. ગત ટર્મમાં ઉપસરપંચ રહેલ મેલીબેન વસાવાના પતિ ફતેસિંહભાઇ વસાવાનો વોર્ડ નંબર આઠ પર વિજય થયો હતો. વોર્ડવાર વિજયી ઉમેદવારોમાં વોર્ડ ૧ માં ચંપાબેન શાંતિલાલ વસાવા, વોર્ડ ૨ ભાવિશાબેન સતિષભાઇ પટેલ, વોર્ડ ૩ કિરણકુમાર મહેશભાઇ કપ્તાન, વોર્ડ ૪ ગંગાબેન નરેશભાઇ વસાવા, વોર્ડ ૫ બાબરભાઇ બાલુભાઇ પરમાર, વોર્ડ ૬ નર્મદાબેન વિનોદભાઇ વસાવા, વોર્ડ ૭ મનુભાઈ નવલસીંગ વસાવા તેમજ વોર્ડ ૮ માં ફતેસિંહ નોળિયાભાઇ વસાવા વિજયી થયા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લાના તલાટીઓએ હડતાલ સમેટી રાબેતા મુજબ ફરજ બજાવશે

ProudOfGujarat

સુરતના અડાજણ ખાતે આવેલી રિવર ડેલ સ્કૂલમાં ત્રણ બાળકો કોરોના પોઝિટિવ : શાળા બંધ કરવાઈ.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલ ના કંપાઉન્ડ ની ઝાડીઓ માંથી એક ઈશમ નો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!