Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પારખેત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરીવર્તન પેનલનો ભવ્ય વિજય.

Share

ગત રવિવારના રોજ યોજાયેલી ભરૂચ તાલુકાના પારખેત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થતા સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં પરિવર્તન પેનલ તરફથી સઈદાબેન રોકડે ઝંપલાવ્યું હતું. તેઓએ તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારને ૬૯૩ મતથી હરાવી વિજેતા બન્યા હતા. સઈદાબેન વિજેતા બનતા તેઓના સમર્થકોમાં ભારે ખુશીની લહેર છવાઈ જવા પામી હતી.

પરિવર્તન પેનલના દસ ઉમેદવારો સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી આઠ સદસ્યો વિજેતા બનતા પાર ખેત ગ્રામ પંચાયતમાં પરિવર્તન પેનલની સ્પષ્ટ બહુમતી આવી છે. સરપંચ પદના વિજેતા ઉમેદવાર સઈદાબેને ગામના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરી ગામના વિકાસના કાર્યોને આગળ ધપાવવા ખાત્રી ઉચ્ચારી હતી.

યાકુબ પટેલ, ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે ઝઘડાનું સમાધાન કરવા બોલાવી માર માર્યો.

ProudOfGujarat

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો નાં સમયમાં ફેરફાર.

ProudOfGujarat

ભરૂચ સબજેલમાં ચરસની હેરાફેરીમાં ઝડપાયેલ સિરાજનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!