Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : રાજુવાડીયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કુસુમબેન વસાવાએ હેટ્રીક સર્જી.

Share

નર્મદા જિલ્લામાં સરપંચના ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે જેમાં કહી ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાયા છે. તો ક્યાંક વિશિષ્ટ કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. આવો જ અનોખો વિશિષ્ટ કિસ્સો નાંદોદ તાલુકાના રાજુવાડીયા ગામનો જોવા મળ્યો છે. રાજુવાડીયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સતત ત્રીજી વાર મહિલા સરપંચ કુસુમબેન દિનેશભાઈ વસાવા ચૂંટાઈ આવીને આવીને તેમણે હેટ્રિક સર્જી છે. કુસુમબેને સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગૌરવ જેવી વાત તો એ છે કે અશોકભાઈનો પરિવાર આ ગ્રામ પંચાયતને સતત 9 વખત એક જ ઘરમાંથી પરિવારના ત્રણ સદસ્યોએ સરપંચ આપીને છેલ્લા 40 વર્ષથી એકધારો આ વસાવા પરિવારે ગામનો સર્વાંગી વિકાસ કર્યો છે. જેમાં એક જ ઘરના પરિવારમાંથી એકધારા 9 મી વખત સતત સરપંચ તરીકે ચૂંટાઇ આવતા પતિ-પત્ની અને પુત્રવધુનો અનોખો દબદબો રહ્યો છે.

Advertisement

આ પહેલા તેમના પિતા ગોપાલભાઈ નાગજીભાઈ વસાવા 20 વર્ષથી સતત સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારપછી આ વારસો તેમના પુત્રએ સંભાળ્યો. એમના પુત્ર દિનેશભાઈ ગોપાલભાઈ વસાવા છેલ્લા દસ વર્ષથી સરપંચ તરીકે ચૂંટાતા આવ્યા છે. હવે તેમના પત્ની કુસુમબેન દિનેશભાઇ વસાવા સતત એકધારા ત્રીજી વખત મહિલા સરપંચ તરીકે ચૂંટાઈ આવીને હેટ્રીક સર્જી છે. આમ છેલ્લા ૪૦ વર્ષથી એક જ ઘરમાંથી ત્રણ સરપંચ તરીકે પિતા પુત્ર અને પુત્રવધુ સરપંચ તરીકે ચૂંટાતા આવ્યા છે. રાજુ વાડિયા ગામ માટેઆ એક ગૌરવની વાત છે.

આ અંગે ચૂંટાયેલા મહિલા સરપંચ કુસુમબહેને જણાવ્યું હતું કે અમારું લક્ષ ગામનો સર્વાંગી વિકાસ કરવો એ જ છે. મારા પતિ અને સસરાએ આ ગામનો ઘણો સારો વિકાસ કર્યો છે. હું એમના પગલે આ ત્રીજી વખત સરપંચ તરીકે ચૂંટાઈને આવી છું.અમારા ગામમાં રસ્તા, વીજળી, પાણી શૌચાલયથી માંડીને સરકારની તમામ યોજનાઓનો લાભ આ ગામને આપ્યો છે. આજે આ ગામ સંપૂર્ણ રીતે વિકસિત થઈ ગયું છે. ત્રીજી વખત સરપંચ તરીકે ચૂંટાય છે ત્યારે ગામ માં જે કોઈ અધૂરા વિકાસના કામો હશે તો તે પુરા કરવાની તેમણે ખાતરી આપી હતી. હાલ તો ગામમાં આનંદનો માહોલ જામ્યો છે.

આ વખતે રજુવાડીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે કુસુમબેન દિનેશભાઈ વસાવા (682 મત)ની સામે બે ઉમેદવારો કાંતિભાઈ ખોડાભાઈ વસાવા (300 મત) અને ભાવસીંગ ભાઈ ગોકળીયાભાઈ વસાવાને (360) મત મળતાં કુસુમબેન સરપંચ તરીકે ચૂંટાયા હતા. જયારે એમની પેનલમા અન્ય 6 સદસ્યો બચુભાઈ વસાવા, કાંતિભાઈ વસાવા, સુનીતાબેન વસાવા, કોમલબેન વસાવા, નીલાબેન વસાવા, અને એકાદશીબેન વસાવા ચૂંટાઈ આવતા તેમને અભિનંદન પાઠવ્યા હતા

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નડિયાદ : કમળા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાચા મકાનો તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ

ProudOfGujarat

નવ વર્ષના નાના છોકરાને માત્ર ચપ્પલ ચોરીના આરોપ સાથે માર મારવામાં આવ્યો. નાના છોકરાનો વિડિઓ થયો વાયરલ.છોકરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો…

ProudOfGujarat

“PBA ફિલ્મ સિટી બહુવિધ ફિલ્મો અને અન્ય નિર્માણ સંબંધિત સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે : તેજસ ભાલેરાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!