Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ભોરઆમલીની ચૂંટણી પ્રક્રિયામાં ગેરરિતી થઇ હોવાથી તપાસની માંગ કરાઇ.

Share

નર્મદાના ગૃપ ગ્રામપંચાયત, ભોરઆમલીની ચુટણી પ્રક્રિયામાં બેદરકારી અને ગેરરિતી થઈ હોવાની ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત ફરિયાદ કરાઈ છે અને અરજદાર ઉમેદવારે તપાસની માંગ પણ કરી છે. ફરિયાદમા પ્રિસાઇડીંગ ઓફીસરના રિપોર્ટમાં અને ચુંટણી અધિકારીનાં બન્ને રિપોર્ટમાં અસમાનતા જણાઈ હોવાનું જણાવ્યું છે. અરજદાર સુનંદાબેન સુધીરભાઈ કોઠારી ગૃપ ગ્રામપંચાયત, ભોરઆમલી હાલ, રહે, મોટીદેવરૂપણ તા.સાગબારાની ફરિયાદની વિગત અનુસાર ગૃપ ગ્રામ પંચાયત ભોરઆમલી માં તા. ૧૯/૧૨/૨૦૨૧ ના રોજ મતદાન કરવામાં આવેલ. જેમાં પ્રિસાઇડિંગ ઓફિસરનાં રિપોર્ટ મુજબ કુલ-૩ બુથનું કુલ મતદાન- ૧૬૬૨ મતદારોએ મતદાન કરેલ. જેનો પ્રિસાઇડીંગ ઓફિસરનો રીપોર્ટપ ણ સામેલ રાખ્યો હતો. “ગૃપ ગ્રામ પંચાયત ભોરઆમલી’ મતગણતરી “સરકારી વિનયન કોલેજ સાગબારા” ખાતે તા. ૨૧/૧૨/૨૦૨૧ ના રોજ રાખવામાં આવેલ. જેમાં મતગણતરી અધિકારી તરીકે “ સંજયભાઇ હડિયા અને મદદનિશ ચુંટણી અધિકારી તરીકે આર.બી નાગુ ફરજ બજાવતા હતા. જેઓએ અમોને મતગણતરી રિપોર્ટ આપેલ. જેમાં પ્રથમ વખત રિપોર્ટ આપેલ જેમાં ૧૮૬૫ કુલ મતપત્રનો રિપોર્ટ આપેલ.જેમાં અરજદારને બીજા રાઉન્ડમાં ૨૧૪ મતો મળેલાનું દર્શાવેલ છે. જયારે બીજો રિપોર્ટ ફરીવાર આપતાં જેમાં કુલ મતપત્રો ૧૬૬૫ નો આપેલ. અને અરજદારનાં બીજા રાઉન્ડમાં ૧૪ મતો દર્શાવેલ છે. જે બને રિપોર્ટની નકલ સામેલ કરી હતી.

આમ ચુંટણી અધિકારીએ પ્રિસાઇડીંગ ઓફીસરના રિપોર્ટમાં અને ચુંટણી અધિકારીનાં બન્ને રિપોર્ટમાં અસમાનતા જણાઈ આવી હોવાની ફરિયાદ કરી છે. અને અરજદારને મળેલ મતોમાં પણઅસમાનતા હોય લોકસાહી દેશની મહત્વનું અંગ ચુટણી પ્રક્રિયામાં બેદરકારી અને ગેરરિતી બાબતે યોગ્ય તપાસ કરવા જણાવ્યું છે. અને આ તમામ બાબતો ચકાસી ફરી મતદાન કરવામાં આવે એવી માંગ કરતાં આ મતદાન પ્રકિયા ઘોચમા પડી હતી. હવે એ જોવું રહ્યું કે ચૂંટણી અધિકારી આગળ શું નિર્ણય લે છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આદિવાસીઓની જમીનો જશે ને ઉદ્યોગપતિઓ કમાણી કરશેઃ છોટુ વસાવા

ProudOfGujarat

ગોધરા : સિવીલ હોસ્પિટલનાં કોવીડ વોર્ડનો વિડીયો વાયરલ, સ્વચ્છતાને લઈને અનેક સવાલો, હોસ્પિટલ તંત્રની પોલ ખુલી.

ProudOfGujarat

સુરતમાં જુગારધામ ઝડપાયું, 7 ઇસમોની બે લાખના મુદ્દામાલ સાથે કરાઈ ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!