Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરામાં વૃદ્ધને ગાયે ભેટી મારતા થાપામા ફેક્ચર : પશુ માલિક વિરુદ્ધ નોંધાયો ગુનો.

Share

વડોદરાના ગોરવા વિસ્તારમાં ઘર નજીક ઉભેલા 70 વર્ષીય વૃદ્ધને ગાય ભેટી મારતા થાપામા ફેક્ચર થઈ જતા વૃદ્ધને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ગાયે ભેટી મારવાના કારણે મારું મોત પણ નિપજી શકતું હતું. હાલ વૃદ્ધનું ઓપરેશન થઈ ચૂક્યું છે અને સળિયો નાખવાની નોબત આવી છે.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા 70 વર્ષીય વૃધ્ધ  ઇન્દ્રસિંહ રાણા એલેમ્બિક કંપનીમાંથી નિવૃત્તિ જીવન ગુજારે છે. ગઈકાલે રાત્રે દસ વાગ્યાના સુમારે તેઓ ઘરની નજીક ઉભા હતા. તે સમયે અચાનક દોડી આવેલી ગાયે ભેટી મારી હવામાં ફંગોળ્યા હતા. જમીન પર  પછડાતા વૃદ્ધને ડાબા થાપા ઉપર ફેક્ચર થઈ જતા સારવાર માટે માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જેથી જાહેરમાં ગાય છુટ્ટી મૂકનાર પશુપાલક વિરુદ્ધ  ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે નોંધ લીધી હતી કે, આ પ્રકારની ગાયો જાહેરમાં છૂટી ફરતા નાગરિકોના જાનમાલને નુકસાન થવાની સાથે ગંભીર ઇજાઓના કારણે મોટ પણ થઈ શકે છે. તેમજ  વાહન ચાલકોને પણ નુકસાન થતું હોય છે તેવું જાણવા છતાં પશુપાલક માલિકો ગંભીર પ્રકારની બેદરકારી દાખવી બેફામ પશુઓ છૂટા મૂકી દે છે.

Advertisement

Share

Related posts

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સૂર્યા મરાઠી ના એક સાગરીત ને દેશી તમંચા તેમજ જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યો હતો.

ProudOfGujarat

રાજ્યસભાનાં સાંસદ અહેમદ પટેલ વાંદરી ગામનાં લોકોની વ્હારે આવ્યા નાંદોદ ધારાસભ્ય પી.ડી વસાવાને તાત્કાલિક 500 થી વધારે કિટો જીવન જરૂરિયાત મંદ લોકો માટે રાહત સામગ્રી મોકલાવી.

ProudOfGujarat

ગણેશ મહોત્સવમાં શાંતિ જળવાય તે માટે ભરૂચ જિલ્લામાં 8 પ્રકારના કૃત્યો પર પ્રતિબંધ : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ રંગ-પાઉડર ઉડાડવા, ધાર્મિક લાગણી દુભાવતાં ગીતો વગાડવા અને ટ્રાફિકને અડચણરૂપ શોભાયાત્રા પર મનાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!