Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગરના ચુડાની પ્રાથમિક કુમાર શાળામાં આગ લાગતાં દોડધામ.

Share

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં ગામે આગની ઘટના બનતા અફરાતરીનો માહોલ સર્જાયો હતો. શોર્ટસર્કિટથી લાગેલી આગમાં પ્રાથમિક શાળામાં આવેલો પાણીનો ટાંકો બળીને ખાખ થઈ ગયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાની મોજીદડ પ્રાથમિક કુમાર શાળામાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ કુમારશાળામાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં પાણીનો ટાંકો બળીને ખાખ થઈ ગયો હતો. અચાનક જ આગની ઘટના બનવા પામતાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. સદનસીબે આજે શનિવાર હોય અને શાળાનો સમય સવારે બાર વાગ્યા સુધીનો જ હોય આથી શાળામાં બાળકો ન હોવાથી કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી નથી પરંતુ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને ગ્રામજનોએ આગને ઓલવવાના સખત પ્રયત્નો હાથ ધર્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીની યુપીએલ-૫ ખાતે રકતદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં ગરમીના ભીષણ પ્રકોપથી જાહેરમાર્ગો સુમસામ, રાહત મેળવવા જનતાનો જ્યુસ સહીત પાણીદાર ફળોનો આશરો

ProudOfGujarat

ભરૂચનાં વોર્ડ નંબર 10 નાં લોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!