Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : બાઇક પર હથિયારો સાથે સ્ટંટ કરતા ચાર આરોપીની ધરપકડ.

Share

ભરૂચના બ્રિજ ઉપર બે બાઇક ઉપર 4 યુવાનોએ ધારીયા અને કુહાડી સાથે બનાવેલો વિડીયો વાયરલ થયો હતો. જે અંગે ભરૂચ ગ્રામ્ય પોલીસે 4 ઈસમોની અટક કરી વિડિઓમાં જણાતી 2 બાઈકો તેમજ હથિયારો જપ્ત કરેલ છે.

હાલમાં એક વિડિઓ વાયરલ થયો હતો. વીડિયોમાં બે બાઇક ઉપર ચાર યુવાનો હાથમાં ધારીયા અને કુહાડી સાથે પૂર ઝડપે પસાર થતા અને સ્ટંટ કરતા નજરે પડયા હતા. પોલીસે વીડિયોની તપાસ કરતા કુકરવાડા નજીક જનતા એક્સપ્રેસ વે ના કેબલ બ્રીજ પર વીડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું જેની તાલુકા પોલીસે તપાસ કરી જે અંગે પોલીસ 4 ઈસમોની અટક કરેલ છે જેમાં (૧) અસ્ફાક યાકુબ માલા રહે-સીતપોણ લીમડી ચોક સ્ટ્રીટ તા.જી. ભરૂચ (૨) ફૈયાઝ હનીફ સીંધી રહે- કંબોલી નવી નગરી તા.જી. ભરૂચ (૩) મુબારક સફીક સીંધી રહે કંબોલી નવી નગરી તા.જી. ભરૂચના તથા (૪) ઇર્ષાદ જુસબ સિંધી હાલ રહે-વરેડીયા કાસીમ પાર્ક તા.જી. ભરૂચ મુળ રહે.-સુરા સામળ તા. કરજણ જી. વડોદરાનો સમાવેશ થાય છે. વીડિયોમાં વપરાયેલી બે મોટરસાઇકલ, ધારિયુ, ફરશી, મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં શ્રાવણ માસની ઉજવણી બી ડિવિઝન પોલીસ મથકે સુંદરકાંડના પાઠમાં પોલીસકર્મીઓ જોડાયા

ProudOfGujarat

રાજપીપલા જીતનગર ચોકડી પાસે આદિવાસી એક્તા પરિષદ દ્વારા 25 મું ત્રિ દિવસીય સાંસ્કૃતિક એક્તા મહાસંમેલન યોજાશે

ProudOfGujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દેવોને લીલી વરિયાળીનો શણગાર કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!