Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ સ્કૂલ-કોલેજ આસપાસ ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારી રોમિયોગીરી કરનારા વિરુદ્ધ માંગરોળ પોલીસે કરી લાલ આંખ.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ શાળા કોલેજ કેમ્પસ આસપાસ અને બજારમાં ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારી રોમિયોગીરી કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વિરુદ્ધ માંગરોળ પોલીસે લાલ આંખ કરી ત્રણ જેટલી બાઇકો ડિટેઈન કરી કાર્યવાહી કરતા ફફડાટ મચી જવા પામ્યો છે. કેટલાક યુવકો બાઈકના સાઇલેન્સર મોડીફાઇડ કરી વધુ અવાજ કરે તેવા બનાવી શાળા કોલેજ છૂટવાના સમય દરમિયાન ધૂમ સ્ટાઈલમાં બાઇક પુરપાટ ચલાવી કેટલાક યુવકો રોમિયોગીરી કરતા હોવાની ફરિયાદ માંગરોળ પોલીસને મળી હતી જેથી પોલીસ દ્વારા વાંકલ બજાર અને કોલેજ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસ દ્વારા ત્રણ જેટલી બાઈક ડીટેઇન કરવામાં આવી હતી અને તેમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

AIDS Academy અંકલેશ્વર, ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે “ASMITA” લીગ યોજાઈ

ProudOfGujarat

ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા શહીદોના પરિવારજનો માટે આર્થિક સહાયનો ચેક ભરૂચના કલેકટરશ્રીને અર્પણ કરાયો…

ProudOfGujarat

રાજપીપળા ખાતે યુવા અને સોશિયલ મીડિયા કાર્યકર્તાઓની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!