Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પૂર્વ પટ્ટીના ગામોમાં દિવસના બદલે રાત્રે વીજળી આપતા ખેડૂતોમાં રોષ.

Share

ભરૂચ પૂર્વ પટ્ટીના કડોદ, તવરા, કરજણ, નિકોરા સહિત આસપાસના ગામોના ખેડુતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ બપોરે મળતી વીજળીનો સમય બદલી રાતનો કરી દેવાતા કડોદ સબસ્ટેશન ઉપર ખેડૂતો રજુઆત કરવા ધસી ગયા હતા.

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કડોદ સબ સ્ટેશન પરથી આપતી કૃષિલક્ષક વીજળીનો સમય ગુરૂવારથી અચાનક રાતનો કરી દેવામાં આવતા ખેડૂતોમાં દેકારો મચી ગયો છે. ઠંડી અને ઝેરી જાનવર તેમજ દીપડાના ભય વચ્ચે રાતે મળતી વીજળીમાં ખેતરે પાણી આપવામાં જોખમ હોવા સાથે ખેડૂતોએ ઉગ્ર રજુઆત કરી છે. અચાનક ખેડૂતોને આપવામાં આવતી વીજળી જે દિવસને બદલે રાત્રિનો સમય કરતા કેટલાક ખેડૂતોના ખેતરોમાં ઓટો સિસ્ટમમાં રાખેલી મોટરો આચનક વીજળી રાત્રે અપાતા ખેતરોમાં પાણી ફરી વળતા પાકને પણ નુકસાન થયું હોવાનો આક્રોશ ઠલવાઇ રહ્યો છે. ફરીથી ખેડૂતોને દિવસમાં આપવામાં આવતી વીજળી રેગ્યુલર મળે એવી માંગ સાથે ખેડૂતો વીજ મથક પર ઉમટી પડ્યા હતા.

Advertisement

Share

Related posts

આર. માધવન ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા જોનાસની પ્રશંસા કરે છે: “તેણે મુખ્ય ભૂમિકા નિષ્ઠાપૂર્વક ભજવી છે – તે જ વાસ્તવિક શક્તિ છે”

ProudOfGujarat

ભરૂચની હરિમંગલા હોટલના તત્કાલિન એકાઉન્ટ એક્ઝિક્યુટિવે હોટલના ખાતામાંથી 8.54 લાખ ચાંઉ કર્યાં

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!