Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના નેત્રંગ ખાતે લાલ મંટોડી શાળાના ધાબા પરથી પટકાતા એક આધેડનું મોત.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ લાલ મંટોડી શાળાના ધાબા ઉપર ઉતરાયણ પર્વને લઈ પતંગ ચગાવવા ચડેલ એક 42 વર્ષીય આધેડનું ધાબા પર પતંગ ચગાવતી વેળા સંતુલન ગુમાવતા નીચે પટકાઈ જતા તેઓનું ગંભીર ઇજાઓના પગલે મોત નિપજ્યું હતું.

ગતરોજ બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ૪૨ વર્ષયી સુરેશ સંજયભાઈ વસાવા નામના આધેડ પ્રાથમિક શાળાના ધાબા ઉપર હતા તે જ સમયે તેઓએ પતંગ ચગાવવા જતા સંતુલન ગુમાવતા તેઓનું મોત નિપજ્યું હતું, હાલ સમગ્ર મામલે નેત્રંગ પોલીસે મૃતકની લાશનો કબ્જો મેળવી અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

મહત્વની બાબત છે કે ઉતરાયણનો પર્વ ભરૂચ જિલ્લાના લોકો માટે ઘાતક સમાન સાબિત થયો છે, પ્રથમ પતંગના દોરાથી ગળા કપાયાની પાંચથી વધુ ઘટનાઓમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો તો બીજી તરફ ધાબા ઉપરથી પટકાયેલ આધેડ એ પોતાનો જીવ ગુમાવ્યો છે.


Share

Related posts

સૈયારા’ ખરેખર ઉદ્યોગ માટે એક વિજય છે!” મોહિત સુરી અને YRF ના CEO અક્ષય વિધાણી માને છે કે ‘સૈયારા’ સમગ્ર ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટી સફળતાની વાર્તા છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાગરા પાસે એક જ દિવસે બે હત્યાની ઘટનાઓથી ચકચાર,લોહી થી લથપત લાશોએ ઉપસ્થિત લોકોને કંપાવી મુક્યા, પોલીસ થઇ દોડતી..!

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીના ભલગામડા ખાતે શ્રાવણ માસ દરમ્યાન પ્રભાતફેરી યોજી કરાઇ છે અનોખુ કાર્ય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!